Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

Mehsana : વિસનગરમાં હરિયાણા પોલીસનું મોટું ઓપરેશન! BJP નેતાની કરી ધરપકડ

05:04 PM May 28, 2024 | Vipul Sen

મહેસાણા (Mehsana) જિલ્લામાં હરિયાણાની પોલીસે મોટી કાર્યવાહી કરી છે. શેરબજાર ડબ્બા ટ્રેડિંગ મામલે હરિયાણા પોલીસે (Haryana Police) સર્ચ ઓપરેશન હાથ ધરીને વિસનગર નગરપાલિકાના ઉપપ્રમુખની ધરપકડ કરી છે. નગરપાલિકાના ઉપપ્રમુખ ઝડપાઈ જતા વિસનગરમાં રાજકારણ ગરમાયું છે. ત્યારે ભાજપે પણ ન.પા. ઉપપ્રમુખ સામે કડક કાર્યવાહી કરી છે.

રૂ. 2.7 કરોડોની છેતરપિંડીના કેસમાં ધરપકડ

પ્રાપ્ત અહેવાલ અનુસાર, શેરબજારમાં (Share Market) રોકાણ કરાવી ડબ્બા ટ્રેડિંગ કૌભાંડ આચરી લોકો સાથે રૂ. 2.7 કરોડોની છેતરપિંડીના કેસમાં હરિયાણા પોલીસે બાતમીના આધારે મહેસાણાના (Mehsana) વિસનગર પહોંચી હતી. અહીં, હરિયાણા પોલીસે (Haryana Police) 3 દિવસ સુધી સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. દરમિયાન, પોલીસે વિસનગર નગરપાલિકાના ઉપપ્રમુખ વિષ્ણુ ઠાકોરની ધરપકડ કરી છે. વિષ્ણુ ઠાકોરનું (Vishnu Thakor) નામ કરોડો રૂપિયાની ઠગાઈમાં સામે આવતા વિસનગરમાં રાજકારણ ગરમાયું છે અને આ મુદ્દો ચર્ચાનો વિષય બની ગયો છે. ત્યારે ભાજપે પણ વિષ્ણુ ઠાકોર સામે કડક કાર્યવાહી કરી છે.

વિસનગર નગરપાલિકાના ઉપપ્રમુખ વિષ્ણુ ઠાકોર

સભ્યપદ અને સક્રિય સભ્યપદેથી સસ્પેન્ડ કરાયા

લોકો સાથે શેરબજાર ડબ્બા ટ્રેડિંગના નામે કરોડો રૂપિયાની છેતરપિંડીમાં વિસનગર નગરપાલિકાના ઉપપ્રમુખ વિષ્ણુ ઠાકોરની હરિયાણા પોલીસ (Haryana Police) દ્વારા ધરપકડ થતા મહેસાણા જિલ્લા ભાજપ પ્રમુખ (Mehsana District BJP President) દ્વારા તેમને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. વિષ્ણુ ઠાકોરને પ્રાથમિક સભ્યપદ અને સક્રિય સભ્યપદેથી સસ્પેન્ડ કરાયા છે. આ મામલે હરિયાણા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

 

આ પણ વાંચો – તપાસના નામે તંત્રના નાટક! સરકારી કચેરીઓમાં જ નથી ફાયર સેફ્ટીના ઠેકાણા

આ પણ વાંચો – IPS ના કહેવાતા “વહીવટદાર”ને DGP એ માફ કર્યો, મૂળ મહેકમમાં પરત

આ પણ વાંચો – Rajkot: અગ્નિકાંડને લઈ સૌથી મોટા સમાચાર, રાજ્ય માનવ અધિકાર પંચની ‘સાહેબો’ને નોટિસ