Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

Satta Bazaar : જામનગર અને આણંદ બેઠક પર આ ઉમેદવાર હોટ ફેવરિટ, કરોડોનો રમાયો સટ્ટો!

06:44 PM May 17, 2024 | Vipul Sen

જામનગર (Jamnagar) લોકસભા બેઠકને લઈ મોટા સમાચાર આવ્યા છે. જામનગર બેઠક પર કરોડો રૂપિયાનો સટ્ટો રમાયો હોવાની માહિતી સામે આવી છે. સટ્ટા બજારમાં (Satta Bazaar) ગુજરાતમાંથી જામનગર બેઠક હોટ ફેરવરેટ મનાઈ રહી હોવાના અહેવાલ છે. સૂત્રો મુજબ, જામનગર લોકસભા બેઠક પરથી ભાજપના ઉમેદવાર પૂનમ માડમની (Poonam Madam) હાર અને જીત પર કરોડો રૂપિયાનો સટ્ટો રમાયો છે.

પૂનમ માડમની હાર અને જીત પર કરોડો રૂપિયાનો સટ્ટો

લોકસભા ચૂંટણી (Lok Sabha elections) દરમિયાન ગુજરાત સહિત દેશભરમાં સટ્ટા બજાર પણ સક્રિય થયું છે. ત્યારે ગુજરાતમાંથી જામનગરની બેઠક સટ્ટા બજારમાં (Satta Bazaar) હોટ ફેવરિટ હોય તેવી માહિતી સામે આવી છે. ત્યારે સટ્ટા બજારમાં મોટા ઉલટફેરના સમાચાર છે. સૂત્રો મુજબ, ભાજપના ઉમેદવાર પૂનમ માડમની (Poonam Madam) હાર અને જીત પર કરોડો રૂપિયાનો સટ્ટો રમાયો છે. સટ્ટા બજારમાં પૂનમ માડમ 10 પૈસા સાથે હોટ ફેવરિટ મનાઈ રહ્યા છે. સૂત્રો પ્રમાણે, સટ્ટા બજારના મતે જામનગર બેઠક પરથી પૂનમ માડમ ચૂંટણી જીતશે.

પૂનમ માડમ પાતળી સરસાઈથી ચૂંટણી જીતી શકે

જણાવી દઈએ કે, પૂનમ માડમ સામે જે.પી મારવીયા (JP Maraviya) ચૂંટણી મેદાને છે. ત્યારે સૂત્રો પ્રમાણે સટ્ટા બજારના અનુમાન મુજબ, જામનગર બેઠક પરથી પૂનમ માડમ પાતળી સરસાઈથી ચૂંટણી જીતી શકે છે. સટ્ટા બજારમાં સાંસદ પૂનમ માડમ 10 પૈસા સાથે હોટ ફેવરિટ ઉમેદવારોની લિસ્ટમાં છે. સટ્ટા બજાર મુજબ, જામનગરમાં (Jamnagar) હાર-જીતની સરસાઈ પાતળી રહેવાની છે.

આણંદ બેઠક પર પણ કરોડો રૂપિયાનો સટ્ટો!

બીજી તરફ આણંદ (Anand) બેઠક પર પણ સટ્ટા બજારમાં કરોડો રૂપિયાનો સટ્ટો રમાયો હોવાની માહિતી છે. કોંગ્રેસના અમિત ચાવડા (Amit Chavda) અને ભાજપના ઉમેદવાર મિતેષ પટેલની (Mitesh Patel) હાર અને જીત પર કરોડો રૂપિયાનો સટ્ટો રામયો હોવાના અહેવાલ છે. સૂત્રો મુજબ, સટ્ટા બજારમાં મિતેષ પટેલ 30 પૈસા સાથે હોટ ફેવરિટ મનાઈ રહ્યા છે. સટ્ટા બજારના અનુમાન મુજબ, મિતેષ પટેલ પણ પાતળી સરસાઈથી ચૂંટણી જીતી શકે છે. આ સાથે આણંદ બેઠક પર અપસેટ પણ સર્જાઈ શકે છે.

આ પણ વાંચો – Sanjay Singh Mahida: ભાજપના વધુ એક ધારાસભ્યનો લેટરબોમ્બ, ‘સરકારી સિસ્ટમ’ સામે MLAનો આરોપ

આ પણ વાંચો – ભાજપમાં અસંતોષનો દાવાનળ! અમરેલી બાદ જૂનાગઢમાં વિરોધ ફાળી નિકળ્યો, દિલ્હી સુધી પહોંચી ફરિયાદ

આ પણ વાંચો – Amreli : સાંસદ નારણ કાછડીયાએ લગાવ્યો સનસનીખેજ આરોપ