Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

Junagadh : મહાકાય વૃક્ષ ધરાશાયી, બે લોકો સહિત કારચાલકનો આબાદ બચાવ, જુઓ હચમચાવે એવો Video

10:03 PM May 16, 2024 | Vipul Sen

રાજ્યમાં હાલ કમોસમી વરસાદે (Unseasonal rains) કહેર વર્તાવ્યો છે. કાળઝાળ ગરમી વચ્ચે રાજ્યના કેટલાક જિલ્લાઓમાં ભારે પવન સાથે કરાં અને માવઠું પડતા લોકોની ચિંતા વધી છે. કેટલાક વિસ્તારમાં તો ભારે પવનના કારણે મહાકાય હોડિંગ્સ અને વૃક્ષો પણ ધરાશાયી થયા છે. આવી કેટલીક ઘટનાઓના વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થયા છે. ત્યારે એવી જ એક ઘટનાના CCTV ફટેજ જૂનાગઢથી (Junagadh) સામે આવ્યા છે, જેમાં એક વિશાળ વૃક્ષ ધરાશાયી થતા બે લોકો સહિત કારમાં બેસેલા લોકોનો આબાદ બચાવ થયો છે.

પ્રાપ્ત માહિતી મુજબ, જૂનાગઢના (Junagadh) કેશોદમાં (Keshod) તાલુકા પંચાયતના મેદાનમાં એક મહાકાય વૃક્ષ ધરાશાયી (destroyed tree) થયું હતું. આ ઘટના ત્યાં લાગેલા CCTV કેમેરામાં કેદ થઈ હતી. CCTV ફટેજમાં જોઈ શકાય છે કે વિશાળ વૃક્ષ નીચે બે લોકો ઊભા છે અને નજીકમાં એક કાર પણ પાર્ક છે. જો કે, થોડા સમયમાં આ વિશાળ વૃક્ષ ધરાશાયી થઈ જાય છે. જો કે, નીચે ઊભેલા બે યુવકો વૃક્ષને પડતા જોઈ તરત જ ત્યાંથી હટી જાય છે, જેથી તેમનો આબાદ બચાવ થાય છે.

બીજી તરફ, સદનસીબે નીચે ઉભેલી કારની પાછળ આ વૃક્ષ પડે છે, જેથી કારને કોઈ નુકસાન પહોંચતું નથી અને કારમાં બેસેલા લોકો બચી જાય છે. વૃક્ષ પડતાની જાણ થતાં જ કારચાલક કારને હંકારી આગળ લઈ જાય છે. જો કે, કારમાં કેટલાક લોકો બેઠા હતા તે અંગે હાલ કોઈ માહિતી મળી નથી. પરંતુ, આ હચમચાવે એવા CCTV ફટેજ (CCTV footage) જોઈ સૌ કોઈ ચોંકી ઊઠ્યા છે.

 

આ પણ વાંચો – GUJARAT RAIN : ગુજરાતના વિવિધ જિલ્લામાં કરાં સાથે ધોધમાર વરસાદ

આ પણ વાંચો – weather Forecast : આગામી 3 દિવસ ગુજરાતને ઘમરોળશે કમોસમી વરસાદ! આ જિલ્લાઓમાં માવઠાંની વકી

આ પણ વાંચો – RAJKOT : રાજકોટ અને ગોંડલ પંથકમાં કમોસમી માવઠાનું આગમન