Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

VADODARA : ખંડેરાવ માર્કેટ ચાર રસ્તા દબાણ મુક્ત કરવા પોલીસ એક્શનમાં

05:45 PM May 16, 2024 | PARTH PANDYA

VADODARA : વડોદરાના ખંડેરાવ માર્કેટ ચાર રસ્તા પરના દબાણ મુક્ત કરવા માટે વડોદરા ટ્રાફીક પોલીસ (VADODARA TRAFFIC POLICE) એક્શનમાં આવી છે. આજે સવારે ટ્રાફીક એસીપી (TRAFFIC ACP – VADODARA) સહિતના લોકો ઘટના સ્થળે દોડી ગયા હતા. અને પથારા પાથરીને ફ્રુટ-શાકભાજીનું વેચાણ કરનારાઓને ત્યાંથી દુર કર્યા હતા. ટ્રાફીક એસીપીના જણાવ્યા પ્રમાણે, આવનાર સમયમાં પણ આ પ્રકારને વિવિધ વિસ્તારોના ચાર રસ્તાને દબાણ મુક્ત કરવાની કાર્યવાહી ચાલશે.

રસ્તો અવર જવર માટે સાંકડો થઇ જાય

વડોદરામાં વિવિધ વિસ્તારોમાં આવેલા ચાર રસ્તા પરના દબાણો જોખમ સર્જી શકે છે. છતાં કમાણીની આશાએ અથવા અન્ય કોઇ સગવડની આશાએ દબાણ કરવામાં આવે છે. જેના કારણે લોકોની અવર-જવરમાં મુશ્કેલી સર્જાય છે. આવી જ સ્થિતી વડોદરાના ખંડેરાવ માર્કેટ ચાર રસ્તાની છે. અહિંયા પથારા પાથરીને ફ્રુટ, શાકભાજી તથા ફુલોનું વેચાણ કરવામાં આવે છે. જેને લઇને રસ્તો અવર જવર માટે સાંકડો થઇ જાય છે. આ સ્થિતીમાં આજે વડોદરા ટ્રાફીક પોલીસ દ્વારા વિશેષ ડ્રાઇવ હાથ ધરવામાં આવી છે. જે અંતર્ગત પથારા દુર કરવામાં આવ્યા છે. આવનાર સમયમાં શહેરના અલગ અલગ વિસ્તારોમાં પણ આ પ્રકારે કાર્યવાહી ચાલુ રહેનાર હોવાનું પોલીસ એસીપી જણાવી રહ્યા છે.

ઝુંબેશ સતત ચાલવામાં આવનાર છે

ટ્રાફિક એસીપીએ જણાવ્યું કે, પોલીસ કમિશનર દ્વારા ચાર રસ્તા પરના દબાણ વાહન પાર્કિંગ, લારી-ગલ્લા દુર કરવા માટેનુ સુચન છે. આ ઝુંબેશ સતત ચાલવામાં આવનાર છે. આ લોકોને વારંવાર કહેવા છતાં તેઓ પાથરણું પાથરીને ટ્રાફીક જામ થાય તેવું કરતા હતા. જેથી આ કાર્યવાહી કરવા માટેની ફરજ પડી છે. સવારે 8 વાગ્યા સુધી બહારથી ફ્રુુટ, શાકભાજી અને ફુલો આવતા હોય છે. એટલે અમે તેમને ધંધો હોવાના કારણે અમે કંઇ કહેતા નથી. 8 વાગ્યા બાદ તેઓ બહાર બેસતા અમે કાર્યવાહી ચાલુ કરી છે. અંદરની સાઇડ એપીએમસીના કામ અર્થે છે. તેઓ કંઇ કાર્યવાહી કરશે.

આ પણ વાંચો — VADODARA : બોમ્બની ધમકી લઇ રોકી રખાયેલી ફ્લાઇટ લેન્ડ થઇ, જાણો મુસાફરોએ શું કહ્યું