Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

Amreli : અભિવાદન કાર્યક્રમમાં જયેશ રાદડિયાનો હુંકાર, પરશોત્તમ રૂપાલાનો રમૂજ અંદાજ અને નીતિન પટેલે કર્યાં વખાણ

01:14 PM May 13, 2024 | Vipul Sen

અમરેલીમાં (Amreli) ગઈકાલે દેશની સૌથી મોટી સહકારી સંસ્થા ઇફકોના (IFFCO) ચેરમેન દિલીપ સંઘાણીના (Dilip Sanghani) જન્મદિવસ નિમિત્તે અભિવાદન કાર્યક્રમનું આયોજન કરાયું હતું. આ કાર્યક્રમમાં IFFCO ના ડિરેક્ટર જયેશ રાદડિયા, કેન્દ્રીયમંત્રી પરશોત્તમ રૂપાલા, ભૂતપૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ સહિતના અગ્રણીઓ હાજર રહ્યા હતા. આ કાર્યક્રમમાં જયેશ રાદડિયાનો હુંકાર, પરશોત્તમ રૂપાલાનો રમૂજ અંદાજ અને નીતિન પટેલ દ્વારા રૂપાલાના વખાણ લોકોએ સાંભળ્યા હતા.

દિલીપ સંઘાણીનું જિલ્લામાં ખૂબ મોટું યોગદાન છે : જયેશ રાદડિયા

ઇફકો ચેરમેન દિલીપ સંઘાણીના (Dilip Sanghani) જન્મદિવસ નિમિત્તે અમરેલી ખાતે યોજાયેલ અભિવાદન કાર્યક્રમમાં જાહેર મંચ પરથી IFFCO ના નવા ડિરેક્ટર જયેશ રાદડિયાએ (Jayesh Radadiya) કહ્યું હતું કે, દિલીપ સંઘાણીનું જિલ્લામાં ખૂબ મોટું યોગદાન છે. ધારાસભ્ય, સાંસદ અને કેબિનેટ મંત્રી તરીકે તેમણે અનેક ફરજો બજાવી છે. ભાજપના (BJP) કમળના સિમ્બોલ પર ચૂંટાઈને પ્રતિનિધિ કર્યુ છે. જયેશ રાદડિયાએ આગળ કહ્યું કે, આપના નેતૃત્વમાં રાજકીય-સામાજીક બધામાં અમે તમારી સાથે છીએ.

દિલીપભાઈનો અનેક નેતાઓ સાથે ઘરોબો છે : પરશોત્તમ રૂપાલા

આ કાર્યક્રમમાં કેન્દ્રીય મંત્રી અને રાજકોટ લોકસભા બેઠક પરથી ભાજપના ઉમેદવાર પરશોત્તમ રૂપાલાનો (Parshottam Rupala) પણ રમૂજ અને અનોખો અંદાજ જોવા મળ્યો હતો. તેમણે દિલીપ સંઘાણી અંગે વાત કરતા કહ્યું કે, દિલીપભાઈનો અનેક નેતાઓ સાથે ઘરોબો છે. અન્ય દળના નેતાઓ સાથે પણ દિલીપભાઈના સારા સંબંધ છે. હું પાર્ટીના નામ લેવાનું ઈરાદાપૂર્વક ટાળુ છું. અન્ય નેતાઓ કરતા તેમનું જાહેર જીવન અલગ પડે છે.

સાધુ કે યોગી ન હોવા છતાં રૂપાલાજી શાંત રહ્યા : નીતિન પટેલ

પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે (Nitin Patel) આ કાર્યક્રમમાં પરશોત્તમ રૂપાલાના જાહેર મંચ પરથી વખાણ કર્યા હતા. નીતિન પટેલે કહ્યું કે, અમરેલી (Amreli) આવ્યો તો રૂપાલા સાહેબને મળવા જવાનું થયું. દરમિયાન મે રૂપાલાજીને અભિનંદન પાઠવ્યા હતા. નીતિન પટેલે આગળ કહ્યું કે, ચૂંટણી પ્રચાર દરમિયાન રૂપાલાજીએ ઉમેદવાર તરીકે ખૂબ સહનશીલતા દાખવી છે. સાધુ કે યોગી ન હોવા છતાં રૂપાલાજી શાંત રહ્યા. કેટલા આંદોલન થયા, રેલીઓ થઈ વિરોધ થયો છતાં પરશોત્તમ રૂપાલાએ શાંત રહ્યા. અમે મનને આટલું કન્ટ્રોલ ના કરી શકીએ.

આ પણ વાંચો – Dilip Sanghani: પોતાના જન્મ દિવસ પર અમરેલીમાં દિલીપ સંઘાણીનું નિવેદન

આ પણ વાંચો –આજે IFFCO ચેરમેન Dilip Sanghani નો જન્મ દિવસ, અમરેલીમાં રાજકીય હસ્તીઓની હાજરીમાં ભવ્ય કાર્યક્રમ

આ પણ વાંચો – Surat : હિન્દુ નેતાઓની હત્યાના ષડયંત્રમાં નેપાળ બોર્ડરથી ઝડપાયેલા આરોપીએ કર્યા આ ચોંકાવનારા ખુલાસા!