Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

VADODARA : ભાજપના લોકસભા ઉમેદવાર મંદિરે દર્શન કરી મતદાન કરવા રવાના, જાણો શું કહ્યું

07:52 AM May 07, 2024 | PARTH PANDYA

VADODARA : આજે મતદાન (VOTING) ના દિવસે વડોદરા લોકસભા (VADODARA – LOKSABHA) બેઠક પર ભાજપના ઉમેદવાર ડો. હેમાંગ જોશી (DR. HEMANG JOSHI – BJP) હરણી સ્થિત પૌરાણિક હનુમાનજી મંદિરે પહોંચ્યા છે. અને તેમણે હનુમાનજીના આશિર્વાદ લીધા છે. જે બાદ તેઓ મતદાન કરવા જવા રવાના થયા છે. આ તકે ડો. હેમાંગ જોશી જણાવે છે કે, મને વિશ્વાસ છે કે, વડોદરાની જનતા ખુબ જ મોટી માત્રામાં મતદાન કરવાની છે.

મંદિરે સહપરિવાર પહોંચ્યા

વડોદરામાં આજે લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણીને લઇને મતદાન યોજાઇ રહ્યું છે. મતદાન પહેલા ભાજપના લોકસભા ઉમેદવાર ડો. હેમાંગ જોશી હરણી સ્થિતી પૌરાણિક મહત્વ ધરાવતા હનુમાનજીના મંદિરે સહપરિવાર પહોંચ્યા છે. ભગવાન અને મહંતના આશીર્વાદ મેળવીને મતદાન કરવા માટે જનાર છે.

ફરજ નહિ પરંતુ કર્તવ્ય માનીએ

આ તકે ડો. હેમાંગ જોશી જણાવે છે કે, આજે લોકશાહીનો મહાપર્વ છે. હું તમામને મોટી માત્રામાં પર્વની ઉજવણી કરવાની અપીલ કરું છું. મને વિશ્વાસ છે કે, વડોદરાની જનતા ખુબ જ મોટી માત્રામાં મતદાન કરવાની છે. આ તકે તેમની સાથે આવેલા તેમના પત્ની જણાવે છે કે, મંગળવારને આજે પાવન દિવસ છે. વડોદરાની જનતાને અપીલ છે કે, ચાલો વડોદરાના વિકાસની તરફ આગળ વધીએ. વડોદરાને વિકાસશીલથી લઇને વિકસીત તરફ જઇએ. આપણે સૌ શિક્ષીત અને સંસ્કારી પ્રજા છીએ. બધા મતદાનને ફરજ નહિ પરંતુ કર્તવ્ય માનીને આગળ વધીએ.

વધુ મતદાન કરવા અપીલ

આમ, મતદાનના દિવસે વડોદરા લોકસભાના ઉમેદવાર અને તેમના પરિજના દ્વારા લોકોને વધુમાં વધુ મતદાન કરવા માટેની અપીલ કરવામાં આવી છે. મંદિરે દર્શન કર્યા બાદ ડો. હેમાંગ જોશી મતદાન કરવા જનાર છે.

આ પણ વાંચો — LIVE : આજે લોકશાહીનો મહાપર્વ,રાજ્યોની 25 બેઠક માટે થશે મતદાન