Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

VADODARA : ભાજપના લોકસભા ઉમેદવારનો વિરોધ કોંગ્રેસને ભારે પડ્યો, ફીઝીયોથેરાપીસ્ટ મેદાને

12:25 PM May 04, 2024 | PARTH PANDYA

VADODARA : વડોદરામાં ભાજપના લોકસભા ઉમેદવાર (BJP LOKSABHA CANDIDATE – VADODARA) તરીકે ડો. હેમાંગ જોશી (DR. HEMANG JOSHI) ને ઉમેદવાર બનાવવામાં આવ્યા છે. તેઓ ફીઝીયોથેરાપીસ્ટ (Physiotherapist) હોવાની સાથે જ પીએચડી પણ કરી રહ્યા છે. ત્યારે ગતરોજ શહેર કોંગ્રેસ પ્રમુખ દ્વારા ભાજપના ઉમેદવાર પોતાના નામ આગળ ડોક્ટર ન લખી શકે તેવી લેખિતમાં રજુઆત કરી હતી. જે બાદ આજે શહેરના ફીઝીયોથેરાપીસ્ટ દ્વારા એકત્ર થઇને વિરોધ નોંધાવ્યો છે. અને કોંગ્રેસ દ્વારા માફી માંગવામાં આવે તેમ જણાવાયું છે.

માફીની માંગ બુલંદ

વડોદરાના ભાજપના લોકસભા ઉમેદવાર ડો. હેમાંગ જોશી દ્વારા નામ આગળ ડોક્ટર લગાડવામાં આવતા શહેર કોંગ્રેસ પ્રમુખે જિલ્લા મુખ્ય ચૂંટણી અધિકારીને આ અંગે પત્ર લખ્યો હતો. અને તમામ જગ્યાએથી તેમના નામ આગળ ડોક્ટર કાઢવા માટે લેખિતમાં રજૂઆત કરી હતી. સાથે જ કોર્ટના ઓર્ડરનો ઉલ્લેખ પણ કર્યો હતો. જે બાદ આજે વડોદરાના ફીઝીયોથેરાપીસ્ટમાં રોષની લાગણી ભભૂકી રહી છે. શહેરના ચકલી સર્કલ પાસે ફીઝીયોથેરાપીસ્ટ એકત્ર થઇને આ વાતનો વિરોધ નોંધાવી રહ્યા છે. અને કોંગ્રેસના નેતા માફી માંગવાની તેવી માંગ બુલંદ કરી રહ્યા છે. ફીઝીયોથેરાપી સંગઠનના નેતા હેઠળ વિરોધ નોંધાવવામાં આવ્યો છે.

સરકાર અમને ડોક્ટર લખવાની મંજૂરી આપે છે

ફીઝીયોથેરાપીસ્ટ ડો. પાર્થ પટેલ આઇ કાર્ડ સાથે રાખીને બતાવે છે કે, અમે ડોક્ટર છીએ. આમાં અમે કોઇ પાર્ટી તરફથી નથી. તેમણે ફીઝીયોથેરાપીસ્ટ ડોક્ટર ન લગાવી શકે તેમ કહ્યું તે વાતનો વિરોધ કરી રહ્યા છીએ. અમારી પાસે પુરાવો છે. સરકાર અમને ડોક્ટર લખવાની મંજૂરી આપે છે.

સમગ્ર પ્રોફેશન માટેની લડાઇ

ડો. આશિષ પરમાર જણાવે છે કે, કોંગ્રેસ દ્વારા આપવામાં આવેલી માહિતી હવામાં છે. ગતરોજ કોંગ્રેસ દ્વારા ભાજપના ઉમેદવારને લઇને રજૂઆત કરવામાં આવી છે. અમે ફીઝીયોથેરાપીના પ્રોફેશન માટે આવ્યા છે. વડાપ્રધાન મોદીએ પણ ફીઝીયોથેરાપીસ્ટને ડોક્ટર તરીકે સંબોધ્યું છે. તેમણે આવા પ્રોફેશન સામે આંગળી ઉઠાવી છે, અમારી માંગ છે કે, માફી માંગો. આ ફીઝીયોથેરાપીસ્ટ માટે નહિ પરંતુ સમગ્ર પ્રોફેશન માટેની લડાઇ છે. કોંગ્રેસના નેતાઓ નિવેદન પાછું લે, અને માફી માંગે.

સાડા ચાર વર્ષ ભણીને, પ્રેક્ટીસ કરીને ડોક્ટર બને

MSU ના વિદ્યાર્થી નેતાએ જણાવ્યું કે, હું MSW કરું છું. ફીઝીયોથેરાપીના વિદ્યાર્થીઓને સપોર્ટમાં અમે આવ્યા છીએ. અભણ નેતાને અમે કહેવા માંગીએ છીએ તે, અભ્યાસ કરીને સરકાર સર્ટિફીકેટમાં ડોક્ટર લખીને આપતી હોય તો તમે કઇ રીતે કહી શકો તે ડોક્ટર નથી. અમે અણભ નેતાને ભણવા માટે જણાવી રહ્યા છે. ફીઝીયોથેરાપીસ્ટ સાડા ચાર વર્ષ ભણીને, પ્રેક્ટીસ કરીને ડોક્ટર બને છે. ફીઝીયોથેરાપીસ્ટ ડોક્ટર કહેવાને લાયક છે.

દેશમાં 21 હજાર ફીઝીયોથેરાપીસ્ટ છે

વિરોધ કરનાર અન્ય આગેવાન જણાવે છે કે, કોંગ્રેસ દ્વારા અમારી માફી માંગવામાં આવે. ફીઝીયોથેરાપીસ્ટ એમ નથી બની જવાતું, સાડા ચાર વર્ષ લાગે છે. કોઇ પણ આવીને ડોક્ટર ઉપયોગ કરવામાં ન આવે તેમ જણાવી રહ્યું છે. અમને કાઉન્સિલ માન્યતા આપે છે. જો કોંગ્રેસ અમારી માફી નહિ માંગે તો અમે આંદોલન કરીશું. દેશમાં 21 હજાર ફીઝીયોથેરાપીસ્ટ છે. આ અમારી કોમ્યુનિટી પર ટીપ્પણી કરવામાં આવી તે ખોટી છે.

આ પણ વાંચો — VADODARA : ભાજપના લોકસભા ઉમેદવાર સામે શહેર કોંગ્રેસ પ્રમુખની ફરિયાદ