Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

Surat news હોસ્ટેલમાં દારૂની બોટલ મળી આવતા વિદ્યાર્થીનઓને પરીક્ષા બાદ કાઢી મુકાશે

06:24 PM Apr 13, 2024 | RAHUL NAVIK

સુરત: ગાંધીના ગુજરાતમાં દારૂબંધી તો જાણે કાગળ પર હોય તેમ શહેરમાં Surat news વાર તહેવારે દારૂ ઝડપવાની ઘટના બનતી હોય છે. જોકે વિદ્યાના મંદિર ગણાતી યુનિવર્સિટીમાંથી દારૂની બોટલ તેમજ સિગારેટના પેકેટ મળી આવતા યુનિવર્સિટીની વ્યવસ્થા અને સુરક્ષાના પ્રશ્નો સર્જાયા છે. Surat news નોંધનીય છે કે વિદ્યાર્થિનીઓની અંગ ઝડતીના વિવાદના બીજે દિવસે જ આ નવો વિવાદ સર્જાયો છે. Surat news

પરીક્ષા સુધી જ અભ્યાસની મંજૂરી

વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી કેમ્પસમાં મળેલી દારૂની બોટલના સમાચાર વાયુ વેગે ફેલાતા યુનિવર્સિટી તંત્ર સફાળું જાગ્યું હતું. કુલપતિએ તુરંત પગલાં ભરી બોયઝ હોસ્ટેલમાં જે રૂમ નજીકથી બોટલ મળી હતી તેના બે વિદ્યાર્થીને પરીક્ષા સુધી જ અભ્યાસની મંજૂરી આપી છે. બાદમાં આવનાર વર્ષે આ વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવશે નહી.

વિદ્યાર્થિનીઓની સુરક્ષા સામે પણ પ્રશ્નાર્થ

મહત્વની વાત છે કે યુનિવર્સિટીમાં બહારના વ્યક્તિઓ પણ આવતા હોવાની ચર્ચા છે, જેથી વિદ્યાર્થી તેમજ વિદ્યાર્થિનીઓની સુરક્ષા સામે પણ પ્રશ્નાર્થ સર્જાયો છે. હાલ દારૂની બોટલ મળવાના બનાવના પગલે યુનિવર્સિટી તંત્રએ ઘોડા છૂટી ગયા બાદ તબેલાને તાળા મારવા જેવી કાર્યવાહી કરી છે અને હવે યુનિવર્સિટી કેમ્પસમાં સુરક્ષા વધારવામાં આવી છે.

કોઈ પોલીસ ફરિયાદ થઈ નથી: કિશોરસિંહ ચાવડા

વાઇસ ચાન્સેલર ડો. કિશોરસિંહ ચાવડાએ આ ઘટના અંગે વાત કરતા જણાવ્યું હતું કે આ જે ઘટના બની છે તેમાં તુરંત પગલાં લઈને સુરક્ષા કર્મીઓ વધારી દેવાયા છે. તેમજ જે રૂમ પાસેથી બોટલ મળી છે તે વિદ્યાર્થીઓને પરીક્ષા બાદ પ્રવેશ આપવામાં આવશે નહી. જોકે તેમને પોલીસ ફરિયાદ વિશે પૂછતા જણાવ્યું હતું કે હાલ કોઈ પોલીસ ફરિયાદ થઈ નથી પણ યુનિવર્સિટી સંપૂર્ણ તકેદારીના પગલાં ભરવામાં આવ્યા છે.

યુનિવર્સિટીમાં સર્જાયો ફરી વિવાદ

ઉલ્લેખનિય છે કે યુનિવર્સિટીમાં એક દિવસ પહેલા જ મહિલા સ્ક્વોડ દ્વારા વિદ્યાર્થીઓની ટીશર્ટ ઊંચું કરવાના સમાચારે વિવાદ સર્જ્યો હતો. જોકે બાદમાં સીસીટીવી ચેક કરતા ખુલાસો થયો હતો કે આવી કોઈ ઘટના સર્જાય નથી. જોકે આના બીજે જ દિવસે આ દારૂની ખાલી બોટલ અને સિગારેટના પેકેટ મળી આવતા ફરી વિવાદ સર્જાયો છે.

આ પણ વાંચો: Surat news: કોલેજોમાં વિદ્યાર્થિનીઓનું ટીશર્ટ ઊંચું કરવા મુદ્દે કુલપતિએ શું કહ્યું

આ પણ વાંચો: Surat murder: હાથ કાપનાર સહિત બેની ધરપકડ, ચાર આરોપી ફરાર

આ પણ વાંચો: Surat crime: ઘરેલુ ગેસ બોટલમાંથી ભરાતી હતી અન્ય કંપનીની બોટલ