Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

Ashwini Vaishnav EXCLUSIVE : કેન્દ્રીય રેલવેમંત્રીની Gujarat First સાથે ખાસ વાતચીત, PM મોદી અને ભારતીય રેલવે અંગે કહી આ વાત

01:50 PM Mar 12, 2024 | Vipul Sen

આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતની મુલાકાતે (PM Narendra Modi in Gujarat) આવ્યા હતા. ગુજરાત પ્રવાસ દરમિયાન પીએમ મોદીએ દેશભરમાં અંદાજિત રૂ. 85 હજાર કરોડના રેલવે પ્રોજેક્ટનું (Railway Projects) લોકાર્પણ અને ખાતમુહૂર્ત કહ્યું હતું. આ સાથે 10 નવી વંદે ભારત ટ્રેનની (Vande Bharat Train) દેશવાસીઓને ભેટ આપી હતી. સાથે જ ડી કેબિન ખાતે ફ્રેટ કોરિડોર ઓપરેશન કમાન્ડ સેન્ટરનું (WDFC Control Center) લોકાર્પણ, રેલવે કાર્ય શાળાઓ પીટ લાઈન કોચિંગ ડેપોનો શિલાન્યાસ, રેલવે સ્ટેશન પર 50 પ્રધાનમંત્રી ભારતીય જન ઔષધી કેન્દ્રનું (Bharatiya Jan Aushadhi Kendra) લોકાર્પણ અને 2646 સ્ટેશન પર રેલવે સ્ટેશનનું ડિજિટલ કંટ્રોલિંગનું રાષ્ટ્રીય લોકાર્પણ કર્યું હતું. પીએમ મોદી સાથે કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ (Union Railway Minister Ashwini Vaishnav EXCLUSIVE) પણ અમદાવાદની મુલાકાતે હતા. તેમણે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) સાથે EXCLUSIVE વાતચીત કરી હતી.

WDFC કન્ટ્રોલ સેન્ટર વિકસિત ભારતની ભૂમિકાનું સૌથી મોટું ઉદાહરણ : અશ્વિની વૈષ્ણવ

કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ (Ashwini Vaishnav EXCLUSIVE) ગુજરાત ફર્સ્ટને (Gujarat First) જણાવ્યું હતું કે, WDFC કન્ટ્રોલ સેન્ટરનું PM ના હસ્તે લોકાર્પણ થયું છે. WDFC થી દેશની માલગાડીના પરિવહનમાં ફાયદો થશે. આ સાથે તેમણે કહ્યું કે, છેલ્લા 10 વર્ષમાં રેલવેની કાયાપલટ થઈ છે. ત્યારે આવનારા 5 વર્ષ રેલવે માટે ખૂબ મહત્ત્વપૂર્ણ રહેશે. તેમણે આગળ કહ્યું કે, WDFC કન્ટ્રોલ સેન્ટર વિકસિત ભારતની ભૂમિકાનું સૌથી મોટું ઉદાહરણ છે. આવનારા સમયના વિકસિત ભારતમાં (developed India) એક એવું રેલવે માળખું તૈયાર કરવામાં આવશે જે દરેક નાગરિકના જીવનમાં પરિવર્તન લાવવામાં મદદરૂપ સાબિત થશે.

‘પીએમ મોદીના મિશનમાં રેલવેને પ્રાથમિકતા’

કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ ગુજરાત ફર્સ્ટને (Gujarat First) કહ્યું કે, પીએમ મોદીના (PM Narendra Modi) મિશનમાં રેલવેને પ્રાથમિકતા આપવામાં આવી છે તેનાથી હાલના સમયમાં ખૂબ જ પરિવર્તન જોવા મળ્યું છે. આવનારા સમયમાં વિકસિત ભારતની ભૂમિકામાં રેલવેનો રોલ ખૂબ જ મહત્ત્વપૂર્ણ રહેશે. પીએમ મોદીએ આજે ગેરંટી આપી છે કે આવનારા સમયમાં ભારતીય રેલવેની ભૂમિકા ખૂબ જ મહત્ત્વપૂર્ણ અને ખાસ રહેવાની છે.

 

આ પણ વાંચો – PM Modi Gujarat Visit : સાબરમતી આશ્રમ ‘વિકસિત ભારત’ના સંકલ્પોનું તીર્થ બન્યું : PM મોદી

આ પણ વાંચો – PM Modi Gujarat Visit : ભારતીય રેલવે વિભાગને નર્ક જેવી સ્થિતિમાંથી બહાર કાઢી: PM મોદી

આ પણ વાંચો – PM Modi in Gujarat : સાબરમતી આશ્રમનાં નવનિર્માણ પ્રોજેક્ટનું ભૂમિપૂજન, જાણો મિનિટ્સ ટુ મિનિસ્ટ પ્રોગ્રામ