Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

Giga Bhammar : વાણીવિલાસ કરતા ગીગા ભમ્મરની મુશ્કેલીઓ વધી! ભારે આક્રોશ સાથે દલિત સમાજે કરી આ કાર્યવાહી

04:14 PM Feb 22, 2024 | Vipul Sen

આહીર સમાજના (Ahir Samaj) એક કાર્યક્રમમાં કથિત ગીગા ભમ્મર (Giga Bhammar) નામના સામાજિક આગેવાન દ્વારા ચારણ સમાજ (Charan Samaj) બાદ આહીર સમાજ (Ahir Samaj) અને ત્યાર બાદ દલિત સમાજ (Dalit Samaj) અંગે વિવાદાસ્પદ અને અપમાનજનક ટિપ્પણી કરતો વીડિયો વાઇરલ થયા બાદ ગીગા ભમ્મર સામે ત્રણેય સમાજના લોકોમાં ભારે રોષ જોવા મળ્યો છે. અગાઉ ચારણ સમાજ દ્વારા આવેદન પત્ર આપીને ગીગા ભમ્મર સામે કડક કાયદાકીય કાર્યવાહી કરવા માગ કરાઈ હતી. ત્યારે હવે દલિત સમાજે ગીગાભાઈ ભમ્મર વિરુદ્ધ આવેદનપત્ર આપ્યું છે.

દલિત સમાજના અગ્રણીઓએ આવેદનપત્ર આપ્યું

થોડા દિવસો પહેલા દેવત બોદાર સમૂહલગ્ન કાર્યક્રમમાં દલિત સમાજ (Dalit Samaj) વિરુદ્ધ વાંધાજનક નિવેદન આપનારા ગીગા ભમ્મર (Giga Bhammar) સામે દલિત સમાજમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. આ મામલે તળાજા (Talaja) પ્રાંત કચેરી ખાતે દલિત સમાજના અગ્રણીઓએ ગીગા ભમ્મર વિરુદ્ધ આવેદનપત્ર આપ્યું છે. તળાજામાં ડે. કલેક્ટરને આ આવેદન પત્ર પાઠવવામાં આવ્યું છે અને સાથે માગ કરાઈ છે કે ગીગા ભમ્મર વિરુદ્ધ કડક કાયદાકીય કાર્યવાહી કરવામાં આવે અને ગીગા ભમ્મર જાહેરમાં સમાજની માફી માગે.

દલિત સમાજના ગીગા ભમ્મર વિરુદ્ધ આક્રોશ

ચારણ અને આહીર સમાજ વચ્ચે વર્ગવિગ્રહ ન થાય તેવી અપીલ

ઉલ્લેખનીય છે કે, ગીગા ભમ્મર દ્વારા ચારણ સમાજ અંગે વિવાદાસ્પદ ટિપ્પણી બાદ ચારણ સમાજ અને આહીર સમાજ વચ્ચે વર્ગવિગ્રહ ન થાય તે માટે કેટલાક આગેવાનો દ્વારા વિનંતી કરવામાં આવી હતી. આહીર સમાજના અનેક આગેવાનોએ માફી માંગ્યા બાદ ચારણ-ગઢવી સમાજ શાંત પડ્યો હતો. પરંતુ, હવે ગીગા ભમ્મરના એક પછી એક વિવાદાસ્પદ નિવેદનવાળા વીડિયો સામે આવી રહ્યા છે.

 

આ પણ વાંચો – Rajkot : PM MODI રાજકોટ શહેર- જિલ્લાને આપશે 3200 કરોડના વિકાસકામોની ભેટ

 

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે: 

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ