Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

વાણીવિલાસનું બીજું નામ એટલે Giga Bhammar! ચારણ, આહીર બાદ દલિત સમાજને લઈ આપ્યું વિવાદાસ્પદ નિવેદન! જુઓ Video

10:38 PM Feb 20, 2024 | Vipul Sen

હવે તો એવું લાગે છે કે વાણીવિલાસ અને બફાટનું બીજું નામ એટલે ગીગા ભમ્મર (Giga Bhammar)… કોઈનું અપમાન કરવામાં અવ્વલ અને જાહેર મંચ પરથી બેફામ બોલવામાં એક નંબર એટલે ગીગા ભમ્મર… એક જ કાર્યક્રમમાં પોતાના વાણીવિલાસથી અનેક સમાજ અને લોકોની લાગણી દુભાવાનારા ગીગા ભમ્મર (Giga Bhammar) સામે હવે ચારેકોર ભારે રોષ જોવા મળી રહ્યો છે. આહીર સમાજના (Ahir Samaj) સમૂહલગ્ન કાર્યક્રમામાં કહેવાતા સામાજિક આગેવાન એવા ગીગા ભમ્મરનો એક પછી એક વિવાદાસ્પદ નિવેદનવાળા વીડિયો સામે આવી રહ્યા છે. પહેલા ચારણ સમાજ (Charan Samaj), પછી આહીર સમાજ અને હવે દલિત સમાજનું (Dalit Samaj) જાહેર મંચ પરથી અપમાન કરતા ગીગા ભમ્મરનો વીડિયો સામે આવ્યો છે. જો કે, ગુજરાત ફર્સ્ટ (Gujarat First) ગીગા ભમ્મરના વીડિયોઝની પુષ્ટિ કરતું નથી.

તાજેતરમાં આહીર સમાજના એક સમૂહલગ્ન કાર્યક્રમમાં કથિ ગીગા ભમ્મર (Giga Bhammar) નામના આગેવાન દ્વારા પહેલા માતા સોનલનું અપમાન કરીને ચારણ સમાજનો આક્રોશ વહોરી લીધો. પછી પોતાના જ આહીર સમાજના યુવાનોને તેમણે નશેડી ગણાવી દીધા હતા અને કહ્યું કે 12 ગામના યુવાનો એક મહિનામાં રૂ. 1 કરોડનું કાલા પી જાય છે. આ વિવાદાસ્પદ નિવેદનોના વીડિયો વાયરલ થયા બાદ બંને સમાજમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. જો કે, આ રોષ હજી શાંત થયો નથી કે ગીગા ભમ્મરનો (Giga Bhammar) વધુ એક અપમાનજનક નિવેદનવાળો વીડિયો સામે આવ્યો છે. આ વીડિયોમાં ગીગા ભમ્મરે દલિત સમાજનું (Dalit Samaj) પણ જાહેર મંચ પરથી અપમાન કર્યું છે. જો કે, ગુજરાત ફર્સ્ટ ગીગા ભમ્મરના વીડિયોઝની પુષ્ટિ કરતું નથી.

ઉલ્લેખનીય છે કે, ચારણ સમાજના વિવાદમાં પણ ગીગા ભમ્મરે હજી સુધી માફી માગી નથી. ત્યારે હવે ગીગા ભમ્મરના વાંધાજનક વીડિયોઝને લઈને ચોતરફથી રોષની લાગણી જોવા મળી રહી છે. પરંતુ, તેમ છતાં ગીગા ભમ્મરે જાહેરમાં માફી માગી નથી. ગીગા ભમ્મરના વાંધાજનક નિવદેનને લઈ આહીર સમાજના અગ્રણી ઘનશ્યામભાઈ હેરભા (Ghanshyambhai Herbha) અને જિલ્લા ભાજપ અગ્રણી અર્જુન ખાટરિયાએ (Arjun Khatria) ગઢવી-ચારણ સમાજની તરફેણમાં આવેદન પત્ર આપ્યું છે. તેમણે ગીગા ભમ્મરનું નિવેદન વ્યક્તિગત હોવાનું અને આહીર સમાજને કોઇ લેવાદેવા ન હોવાનું જણાવ્યું હતું.

 

આ પણ વાંચો – Tarbha Valinath Dham : 22મીએ PM મોદી તરભ વાળીનાથ ધામ આવશે, નવા હેલિપેડ પર હેલિકોપ્ટરનું રિહર્સલ