Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

Ahmedabad : ગુજરાત યુનિ.માં મૈથિલી ઠાકુર, નિરજ પરીખ અને હાર્દિક દવેના સૂરથી લોકો રામભક્તિના રંગમાં રંગાયા

05:04 PM Jan 20, 2024 | Vipul Sen

અયોધ્યામાં (Ayodhya) ઐતિહાસિક રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને (Pran Pratishtha Mohotsav) લઈ સમગ્ર દેશ ભગવાન શ્રી રામની ભક્તિના રંગમાં રંગાઈ ગયો છે. આ મહોત્સવને લઈ સમગ્ર દેશમાં વિવિધ રાજ્ય, શહેર અને ગામડાઓમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. ત્યારે અમદાવાદમાં (Ahmedabad) ગુજરાત સાહિત્ય એકેડેમી (Gujarat Sahitya Academy) દ્વારા ગુજરાત યુનિવર્સિટી ખાતે રામસભાનું (Ram Sabha) આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં જાણીતી ગાયકા મૈથિલી ઠાકુર, ગાયક નિરજ પરીખ અને ગાયક હાર્દિક દવેએ ભગવાન રામ પર અને અલગ-અલગ ધાર્મિક ગીતો ગાઈને લોકોને મંત્રમૂગ્ધ કર્યા હતા.

ગાયિકા મૈથિલી ઠાકુર (Maithili Thakur), ગાયક નિરજ પરીખ (Niraj Parikh) અને ગાયક હાર્દિક દવે (Hardik Dave) એ લોકોને ભક્તિના સૂરમાં રંગ્યા હતા. તેમણે ભગવાન શ્રીરામના અલગ-અલગ ભજનો ગાયા હતા, જેને સાંભળીને ત્યાં હાજર તમામ શ્રોતાઓએ તાળીઓનો ગડગડાટ કર્યો હતો. મૈથિલી ઠાકુરે હાલનું અતિલોકપ્રિય ગીત ‘રામ આયેંગે’ ગાતા યુનિવર્સિટીના એમ્ફી થિયેટરમાં હાજર તમામ લોકો ભારે ઉત્સાહમાં જોવા મળ્યા હતા. જણાવી દઈએ કે, રામમંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ઉજવણી ગુજરાત યુનિવર્સિટી (Gujarat University) દ્વારા પણ કરવામાં આવી રહી છે, જે અંતર્ગત વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે.

20 થી 22 જાન્યુઆરી સુધી આ કાર્યક્રમો

રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાને લઈ અમદાવાદ (Ahmedabad) ખાતે ગુજરાત યુનિવર્સિટી દ્વારા 20 થી 22 જાન્યુઆરી સુધી વિવિધ કાર્યક્રમ યોજવામાં આવી રહ્યા છે. માહિતી મુજબ, 20 જાન્યુઆરીએ 75 ગ્રંથોની કળશ સાથે શોભાયાત્રા નીકળશે, જ્યારે 21 જાન્યુઆરીએ રંગોળી કાર્યક્રમ અને 22 જાન્યુઆરીએ પ્રભાત ફેરી, દીપોત્સવ અને ગ્રંથોનું પ્રદર્શન સહિતના કાર્યક્રમ થશે. સાથે યુનિવર્સિટીને (Ahmedabad) રોશનીથી શણગારવામાં આવી છે. 22 મીએ સેનેટ હોલમાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું લાઈવ પ્રસારણ કરવામાં આવશે. યુનિવર્સિટી પરિસરમાં (Gujarat University) સુંદરકાંડ, રામધૂન, મહાઆરતી અને પ્રસાદનું વિતરણ પણ કરાશે.

 

આ પણ વાંચો – SURAT : સી આર પાટીલે માતા સબરી યાત્રાનું કરાવ્યું પ્રસ્થાન