+

ગુજરાત યુનિવર્સિટીએ બી.કોમ સહિતની પરીક્ષાની તારીખો કરી જાહેર

ગુજરાત યુનિવર્સિટીએ ઓનલાઇન પરીક્ષાનો કાર્યક્રમ જાહેર કરી દેવામાં આવ્યો છે. જેમાં B.COM સહિતની તમામ પરીક્ષાઓ 28મી ફેબ્રુઆરીથી શરૂ કરવામાં આવશે જે આગામી 9મી માર્ચ સુધી ચાલશે. દરેક વિદ્યાશાખા માટેનો પરીક્ષાનો વિસ્તૃત કાર્યક્રમ જાહેર કરી દેવામાં આવ્યો છે. આ પરીક્ષા પુરી થયા બાદ ઓફલાઇન પરીક્ષાનો કાર્યક્રમ જાહેર કરવામાં આવશે.યુનિવર્સિટી દ્વારા બી.કોમ., બી.એ.,એમ.ફાર્મ સેમેસ્ટર 5, એમએ સહિà
ગુજરાત યુનિવર્સિટીએ ઓનલાઇન પરીક્ષાનો કાર્યક્રમ જાહેર કરી દેવામાં આવ્યો છે. જેમાં B.COM સહિતની તમામ પરીક્ષાઓ 28મી ફેબ્રુઆરીથી શરૂ કરવામાં આવશે જે આગામી 9મી માર્ચ સુધી ચાલશે. દરેક વિદ્યાશાખા માટેનો પરીક્ષાનો વિસ્તૃત કાર્યક્રમ જાહેર કરી દેવામાં આવ્યો છે. આ પરીક્ષા પુરી થયા બાદ ઓફલાઇન પરીક્ષાનો કાર્યક્રમ જાહેર કરવામાં આવશે.
યુનિવર્સિટી દ્વારા બી.કોમ., બી.એ.,એમ.ફાર્મ સેમેસ્ટર 5, એમએ સહિતની વિદ્યાશાખામાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓ ઓનલાઇન અને ઓફ્લાઇન એમ બન્ને પૈકી કોઇપણ પ્રકારે પરીક્ષા આપી શકશે. આ ઓનલાઇન એકઝામ માટે 39 હજાર  વિદ્યાર્થીઓએ સંમતિ આપી હતી. જેની સામે 50 હજાર જેટલા વિદ્યાર્થીઓએ ઓફલાઇન એકઝામ આપવાની તૈયારી દ્વાર દર્શાવી છે.
યુનિવર્સિટીએ સૌથી પહેલા ઓનલાઇન એકઝામ માટેનો કાર્યક્રમ જાહેર કર્યો છે. જેમાં બી.કોમની ઓનલાઇન એકઝામ તા.28મીથી શરૂ થશે જે 8મી માર્ચ સુધી સાંજે 4.30 થી 5-30 સુધીમાં લેવામાં આવશે. તો બીએસસીમાં પણ 28મી ફેબ્રુઆરીથી લઇને 7મી માર્ચ સુધી બપોરે 1 થી 2 વાગ્યા દરમિયાન તમામ વિષયોની પરીક્ષા લેવામા આવશે. બી.એ સેમેસ્ટર 1ની ઓનલાઇન પરીક્ષા 28 ફેબ્રુઆરીથી 9 માર્ચ દરમિયાન 3 થી 4 વાગ્યા દરમિયાન યોજાશે.
Whatsapp share
facebook twitter