Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

મહેસાણામાં કોંગ્રેસ તૂટી: બહુચરાજી તાલુકા કોંગ્રેસ પ્રમુખ સહિત 150 આગેવાનોએ કર્યો કેસરિયો

05:36 AM Apr 27, 2023 | Vipul Pandya

ઉત્તર ગુજરાતમાં કોંગ્રેસને મોટો ઝટકો મળ્યો છે. મહેસાણામાં પ્રદેશ કોંગ્રેસથી નારાજગીના કારણે બહુચરાજી તાલુકાના કોંગ્રેસ પ્રમુખ સહિત 150 લોકો વિધિવત રીતે ભાજપમાં જોડાયા છે. પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલની ઉપસ્થિતિમાં વાઘુભા જાડેજા સહિતના લોકોએ ભાજપનો ખેસ પહેર્યો છે. કોંગ્રેસમાં પાયાના કાર્યકરોની અવગણના કરાતી હોવાના આક્ષેપ ભાજપમાં જોડાયેલા કોંગ્રેસના નેતાઓએ કર્યા છે. બેચરાજી તાલુકા કોંગ્રેસના ઉપપ્રમુખે નિવેદન આપ્યું કે- ‘છેલ્લા બે વર્ષથી અમારી ઉપેક્ષા કરવામાં આવી રહી છે, કોંગ્રેસમાં સંગઠન અને શિસ્ત નથી તો કાર્યકરોના કામની નોંધ લેવાતી નથી. વાગુભા જાડેજાએ કોંગ્રેસને કારીગરોની તો ભાજપને કાર્યકરોની પાર્ટી ગણાવી. 

કમલમમાં કોંગ્રેસના નેતાઓ ભાજપમાં જોડાવવા પર પ્રદેશ મંત્રી પ્રદીપસિંહ વાઘેલાએ કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યા, ‘પ્રદીપસિંહે કહ્યું કે- ‘કોંગ્રેસ તેના વિસર્જનના માર્ગે છે, કોંગ્રેસ ધારાસભ્યોને સાચવવામાં નિષ્ફળ ગઈ છે. ગાંધીજીની પણ ઈચ્છા હતી કે કોંગ્રેસનું વિસર્જન થાય. પ્રદેશ ભાજપ મહામંત્રી રજની પટેલ, પ્રદીપસિંહ વાઘેલા, પ્રદેશ ઉપાધ્યક્ષ ગોરધન ઝડફિયાની ઉપસ્થિતિમાં મહેસાણા કોંગ્રેસના અનેક આગેવાનોએ કેસરિયો કર્યો છે. 
બહુચરાજી તાલુકા કોંગ્રેસના પૂર્વ પ્રમુખ રણુભા ઝાલા, ઈશ્વર રાઠોડ, ભીખાભાઈ પટેલે ભાજપનો ખેસ પહેર્યો છે. બેચરાજી તાલુકા કોંગ્રેસ પ્રમુખ સંજય દેસાઈ, ઉપ પ્રમુખ મોહન રાઠોડ સહિત 150 લોકો ભાજપમાં જોડાયા છે.