Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

IPLઓક્શનમાં આ વર્ષે વડોદરાના 2 યુવા ક્રિકેટરોની ચમકી શકે છે કિસ્મત!

02:03 AM Apr 23, 2023 | Vipul Pandya

IPL-15 માટે મેગા ઓક્શન 12 અને 13 ફેબ્રુઆરીના રોજ યોજાશે. 12 અને 13 ફેબ્રુઆરીએ બેંગાલુરુમાં ખેલાડીઓની હરાજી થશે. જેમાં દેશ-વિદેશના ખેલાડીઓ સામેલ છે. અત્યાર સુધીમાં 19 દેશોમાંથી 1,214 ખેલાડીઓનું નામાંકન કરવામાં આવ્યું છે. જેમાં 896 ભારતીય અને 318 વિદેશી ખેલાડીઓ સામેલ છે. આ વખતે મેગા ઓક્શનમાં 10 ટીમો ભાગ લેશે. લખનૌ અને અમદાવાદની આ સિઝનથી IPLમાં બે નવી ટીમો જોડાઈ રહેલી છે. ત્યારે IPLમાં વડોદરા તરફથી પહેલા ઈરફાન પઠાણ અને યુસુફ પઠાણની બોલબાલા હતી. ત્યારબાદ સ્ટાર ઓલરાઉન્ડર પંડ્યા બધુઓનો સમાવેશ થયો હતો. ત્યારે હવે વડોદરાના વધુ બે ખેલાડીઓ આ વર્ષે IPLમાં ધૂમ મચાવશે.
 
વડોદરાના આ બે ખેલાડીઓ જોવા મળી શકે છે IPLમાં
હવે પંડ્યા બધુઓ સાથે વડોદરા રણજી પ્લેયર અને ટીમના કેપ્ટન કેદાર દેવધર અને વાઇસ કેપ્તન વિષ્ણુ સોલંકીની પણ IPLઓક્શન લિસ્ટમાં પસંદગી થઇ છે. કેદાર દેવધર વડોદરા માટે છેલ્લા કેટલાય વર્ષોથી સારું યોગદાન આપતા આવ્યા છે. અને કેદાર આ પહેલા 2011માં ડેક્કન ચાર્જર માટે પસંદગી થઈ હતી. હવે બીજીવાર તેઓ ઓક્શન લિસ્ટમાં સિલેક્ટ થયાં છે.
તો વાત કરીએ વિષ્ણુ સોલંકી કે, જેઓ 2021માં સૈયદ મુસ્તાકઅલીની ક્વાટર ફાઇનલમાં છેલ્લા બોલે સિક્સ ફટકારી વડોદરાને સેમિફાઇનલમાં પહોંચાડી હતી. વડોદરા ક્રિકેટ જગત માટે ખુશીના સમાચાર કેહવાય કેમ કે, માત્ર પઠાણ બધુઓ બાદ પંડ્યા બંધુઓ IPLમાં વડોદરાનું નામ રોશન કરતા હતાં. આ વર્ષે જો કેદાર દેવધર અને વિષ્ણુ સોલંકીને જો કોઈ ફ્રેન્ચાઇઝી ખરીદશે તો આ બન્ને ખેલાડી પણ IPમાં રમતા જોવા મળશે.