+

વલેન્ટાઈન વીકમાં જાણો રોઝ-ડેની કહાની, કપલ્સ આ દિવસની જૂએ છે આતુરતાથી રાહ

વેલેન્ટાઈન સપ્તાહની શરૂઆત રોઝ ડેથી થાય છે. આ દિવસે લોકો પોતાના પાર્ટનરને ગુલાબ આપીને પોતાનો પ્રેમ વ્યક્ત કરે છે. યુગલો આખું વર્ષ વેલેન્ટાઈન વીકની રાહ જોતા હોય છે. વેલેન્ટાઈન વીક 7મી ફેબ્રુઆરીથી શરૂ થાય છે અને 14મી ફેબ્રુઆરી સુધી ચાલે છે. 'રોઝ ડે' દર વર્ષે 7 ફેબ્રુઆરીએ ઉજવવામાં આવે છે. રોઝ ડેના થોડા દિવસો પહેલા જ બજારમાં લાલ, પીળા, સફેદ અને ગુલાબી ગુલાબ જોવા મળે છે. આ' રોઝ ડે'એ તમારા પ્રેàª

વેલેન્ટાઈન સપ્તાહની શરૂઆત રોઝ ડેથી થાય છે. આ દિવસે લોકો પોતાના પાર્ટનરને ગુલાબ આપીને પોતાનો પ્રેમ વ્યક્ત કરે છે. યુગલો આખું વર્ષ વેલેન્ટાઈન વીકની રાહ જોતા હોય છે. વેલેન્ટાઈન વીક 7મી ફેબ્રુઆરીથી શરૂ થાય છે અને 14મી ફેબ્રુઆરી સુધી ચાલે છે. ‘રોઝ ડે’ દર વર્ષે 7 ફેબ્રુઆરીએ ઉજવવામાં આવે છે. રોઝ ડેના થોડા દિવસો પહેલા જ બજારમાં લાલ, પીળા, સફેદ અને ગુલાબી ગુલાબ જોવા મળે છે. આ’ રોઝ ડે’એ તમારા પ્રેમને વ્યક્ત કરવા માટે ખૂબ જ  લકી દિવસ માનવામાં આવે છે.  ‘રોઝ ડે’ શા માટે ઉજવવામાં આવે છે  અને તેની પાછળની કહાની શું  વાંચો અહીં….

શા માટે ઉજવવામાં આવે છે રોઝ ડે?
ગુલાબના ફૂલને માનવીય ભાવનાઓ વ્યક્ત કરવાનું પ્રતીક માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે મુગલ બેગમ નૂરજહાંને લાલ ગુલાબ ખૂબ જ પસંદ હતા. કહેવાય છે કે નૂરજહાંનું દિલ જીતવા માટે બાદશાહ દરરોજ તેના મહેલમાં તાજા ગુલાબ મોકલતા હતા. અન્ય માન્યતા અનુસાર, રાણી વિક્ટોરિયાના સમયમાં લોકોએ તેમની લાગણીઓને વ્યક્ત કરવા માટે ગુલાબની આપ-લે કરવાની પરંપરા શરૂ કરી હતી. એક માન્યતા અનુસાર વિક્ટોરિયન અને રોમન લોકો પણ તેમના પ્રેમને ગુલાબથી વ્યક્ત કરતા હતા.

તમને જણાવી દઈએ કે ગુલાબના અલગ-અલગ રંગોના અલગ-અલગ લાગણી દર્શાવવા  અપાય છે. આવી સ્થિતિમાં રોઝ ડે પર કોઈને ગુલાબ આપતી વખતે એ જાણવું જરૂરી છે કે તમે સામે વ્યક્તિને જે ગુલાબ આપી રહ્યા છો તેનો અર્થ શું છે?.  ચાલો જાણીએ કે ગુલાબનો રંગ કયો છે અને તે કઇ લાગણી દર્શાવે છે?

લાલ ગુલાબ 
લાલ ગુલાબ પ્રેમ, જુસ્સો જેવી લાગણીઓ સાથે સંકળાયેલ હોવાનું માનવામાં આવે છે. લાલ ગુલાબની ખાસિયત એ છે કે તેને આપીને તમે સામેની વ્યક્તિને એ અહેસાસ કરાવો છો કે તમે તેમને કેટલો પ્રેમ કરો છો.

પીળો ગુલાબ 
પીળા ગુલાબને મિત્રતાનું પ્રતીક માનવામાં આવે છે. જો તમે તમારા મિત્રોને કહેવા માંગતા હોવ કે તમે તેમને પ્રેમ કરો છો તો તમે તેમને પીળા ગુલાબ આપી શકો છો. પીળો રંગ સુખ અને સારા સ્વાસ્થ્યનું પણ પ્રતીક છે.

સફેદ ગુલાબ 
સફેદ ગુલાબ ત્યારે આપવામાં આવે છે જ્યારે તમે કોઈની સાથે ઝઘડો કર્યો  હોય પરંતુ હવે તમે બધું ભૂલીને તમારા તે સંબંધને નવી રીતે શરૂ કરવા માંગો છો.આ સિવાય સફેદ ગુલાબને શાંતિનું પ્રતીક પણ માનવામાં આવે છે.

પિંક રોઝ

વેલેન્ટાઈન ડે માત્ર કપલ્સ માટે જ નથી. તમે તેને તમારા માતા-પિતા સાથે પણ આ દિવસની ઉજવી શકો છો. આવી સ્થિતિમાં, તમે રોઝ ડે પર તેમને ગુલાબી ગુલાબ આપી શકો છો. ગુલાબી ગુલાબ કોઈને આભાર કહેવા માટે આપવામાં આવે છે.

નારંગી ગુલાબ

ગુલાબનો આ રંગ જુસ્સાનું પ્રતિક છે. તે ઉત્સાહ, ઇચ્છા દર્શાવે છે. યુગલો તેમના પ્રેમમાં જુસ્સો અને ઉત્સાહ લાવવાના પ્રતીક તરીકે નારંગી ગુલાબ પણ આપી શકે છે.

Whatsapp share
facebook twitter