+

પંજાબ કોંગ્રેસ ચન્નીના નેતૃત્વમાં લડશે વિધાનસભા ચૂંટણી, ચન્નીની લોકપ્રિયતા સિદ્ધુ કરતા વધારે

પંજાબ કોંગ્રેસનો મુખ્યમંત્રીનો ચહેરો કોણ હશે તે પ્રશ્નોનો જવાબ આજે મળી ગયો. મુખ્યમંત્રીના ચહેરા તરીકે કોંગ્રેસે ચરણજીત ચન્ની પર કળશ ઢોળ્યો છે. તેની સાથે ચર્ચાનો અંત આવ્યો છે.  અત્યાર સુધી નવજોત સિંહ સિદ્ધુ મુખ્યમંત્રીના પદ માટેના ઉમેદવાર જોવામાં આવી રહ્યા હતા. ત્યારે ચન્નીની લોકપ્રિયતા સિદ્ધુ પર ભારી પડી છે.ચન્ની થયા ભાવુકCM ઉમેદવાર તરીકે જાહેરાત થતા ચરણજીત ચન્ની ભાવુક થયા હàª
પંજાબ કોંગ્રેસનો મુખ્યમંત્રીનો ચહેરો કોણ હશે તે પ્રશ્નોનો જવાબ આજે મળી ગયો. મુખ્યમંત્રીના ચહેરા તરીકે કોંગ્રેસે ચરણજીત ચન્ની પર કળશ ઢોળ્યો છે. તેની સાથે ચર્ચાનો અંત આવ્યો છે.  અત્યાર સુધી નવજોત સિંહ સિદ્ધુ મુખ્યમંત્રીના પદ માટેના ઉમેદવાર જોવામાં આવી રહ્યા હતા. ત્યારે ચન્નીની લોકપ્રિયતા સિદ્ધુ પર ભારી પડી છે.
ચન્ની થયા ભાવુક
CM ઉમેદવાર તરીકે જાહેરાત થતા ચરણજીત ચન્ની ભાવુક થયા હતા. ચરણજીત ચન્નીનો હાથ નવજોત સિંહે ઉપર ઉઠાવ્યો હતો. ચરણજીત સિંહ ચન્નીએ કહ્યું કે, પંજાબની જનતા અને રાહુલ ગાંધીનો આભાર કે મારા જેવા ગરીબને મુખ્યમંત્રી પદ માટે ઉમેદાવાર ઘોષિત કર્યો. આ પહેલા ચન્નીએ સંબોધન દરમિયાન નવજોત સિંહ સિદ્ધુને મજબૂત નેતા દર્શાવ્યા હતા.
શું કહ્યું સિદ્ધુએ?
CMના ચહેરાની જાહેરાત થતાં પહેલા પંજાબ કોંગ્રેસ અધ્યક્ષ નવજોત સિંહ સિદ્ધુએ કહ્યું હતું કે, જે પણ CMનો ચહેરો હશે તેને મારુ સર્મથન હશે, પાર્ટીનો નિર્ણય આખરી હશે. ચરણજીત ચન્નીની મુખ્યમંત્રીના પદ માટે જાહેરાત થતા ચરણજીત ચન્ની ભાવુક થયા હતા. રાહુલ ગાંધીએ લુધિયાણામાં એક વર્ચ્યુઅલી સભાના સંબોધન દરમિયાન મુખ્યમંત્રીના પદના ઉમેદવારની જાહેરાત કરી હતી.
શું કહ્યું રાહુલ ગાંધીએ?
રેલીના સંબોધનમાં રાહુલ ગાંધીએ કહ્યું હતું કે, 40 વર્ષ પહેલા તે નવજોત સિંહ સિદ્ધુને મળ્યા હતા. પરંતુ આ બાબત સિદ્ધુને જાણ નહીં હોય. હું જે સ્કૂલમાં ભણતો હતો તે સ્કૂલમાં ક્રિકેટ રમવા માટે તેઓ આવ્યા હતા. ચન્નીને મુખ્યમંત્રીના ઉમેદવાર તરીકે જાહેર કરતા રાહુલ ગાંધીએ કહ્યું હતુ કે, પંજાબની  જનતાનો હુકમ છે કે, અમને ગરીબ ઘરનો મુખ્યમંત્રી જોઈએ, જે અમારા દુ:ખ, અમારી મુશ્કેલીઓને સમજે. જેથી પંજાબના મુખ્યમંત્રી પદના ઉમેદવાર ચરણ જીત ચન્ની જ હશે. 
ચરણજીત સિંહ ચન્નીએ શું કહ્યું?
પોતાના નામની મુખ્યમંત્ર પદ માટે જાહેરાત થતાં ચરણજીત ચન્નીએ કહ્યું હતું કે, મારા પર  ભરોસો કરવા બદલ કોંગ્રેસ હાઈકમાન અને પંજાબના લોકોનો દિલથી આભાર વ્યક્ત કરુ છું. જે રીતે તમે અમને 111 દિવસમાં પંજાબને આગળ લઈ જવાની મહેનત કરતા દેખયા, હું તમને પંજાબ અને પંજાબીઓને નવા જોશ અને સમર્પણની સાથે પ્રગતિના પથ પર લઈ જવાનું આશ્વાસન આપુ છું. ચન્નીએ સભામાં ભાજપ, અકાલી દળ, આમ આદમી પાર્ટી પર  આકરા પ્રહાર કર્યા હતા.
Whatsapp share
facebook twitter