+

“ગોવિંદ પટેલ અમારું તમને સમર્થન છે”, રાજકોટમાં લાગ્યા પોસ્ટર…

રાજકોટના ધારાસભ્ય ગોવિંદ પટેલ દ્વારા રાજકોટ પોલીસ કમિશનર પર ભ્રષ્ટાચારના આરોપો લગાવાયા છે. બાદમાં રાજ્યસભાના સાંસદ રામભાઇ મોકરિયાએ પણ તેમને સમર્થન કર્યું. ત્યારે હવે સોશિયલ મીડિયામાં ગોવિંદ પટેલને અભિનંદન આપતા પોસ્ટરો પણ વાયરલ થઇ રહ્યાં છે. રાજકોટ કોર્પોરેશનના વોર્ડ નં-13ના કોર્પોરેટર નીતિન રામાણીએ ગોવિંદ પટેલને સમર્થન આપતા પોસ્ટર છપાવ્યા છે.પોસ્ટરમાં લખ્યુ છે કે, રાજકોટ àª
રાજકોટના ધારાસભ્ય ગોવિંદ પટેલ દ્વારા રાજકોટ પોલીસ કમિશનર પર ભ્રષ્ટાચારના આરોપો લગાવાયા છે. બાદમાં રાજ્યસભાના સાંસદ રામભાઇ મોકરિયાએ પણ તેમને સમર્થન કર્યું. ત્યારે હવે સોશિયલ મીડિયામાં ગોવિંદ પટેલને અભિનંદન આપતા પોસ્ટરો પણ વાયરલ થઇ રહ્યાં છે. રાજકોટ કોર્પોરેશનના વોર્ડ નં-13ના કોર્પોરેટર નીતિન રામાણીએ ગોવિંદ પટેલને સમર્થન આપતા પોસ્ટર છપાવ્યા છે.
પોસ્ટરમાં લખ્યુ છે કે, રાજકોટ પોલીસના ભ્રષ્ટાચારને ખુલ્લો કરીને રાજ્યના ગૃહમંત્રી શ્રી હર્ષ સંઘવીને ખુલ્લો પત્ર પાઠવવા બદલ ખૂબ ખૂબ અભિનંદન. રાજકોટ CPના ભ્રષ્ટાચારના આક્ષેપ સાથેનો ગોવિંદ પટેલના પત્રએ સરકાર અને પોલીસ બેડામાં હડકંપ મચાવી દીધો છે. સમગ્ર મામલે તપાસના આદેશ પણ આપી દેવામા આવ્યા છે. અને ગૃહવિભાગે તપાસનો રિપોર્ટ પણ મંગાવ્યો છે.
શું કહ્યું નીતિન રામાણીએ?
આ અંગે તેઓ કહ્યું કે અમારા સિનિયર ધારાસભ્ય છે જેમણે આ પત્ર લખ્યો છે. તેમની પાસે અરજદારો આવતા હોય છે. ઘણા અરજદારો આવતા હોય છે. અને આ તો જૂની મેટર છે. એમાં પર્દાફાશ થયો અને ખુલ્યો અને ગૃહમંત્રીએ જવાબ આપ્યો કે હું જાતે તપાસ કરવા આવીશ. અને જે હશે તેનો ખુલાસો થશે. જેને લઇ મેં ગોવિંદભાઇને અભિનંદન આપ્યા છે. જો કે હજુ સુધી ભ્રષ્ટાચાર થયો તે સાબિત નથી થયું.
Whatsapp share
facebook twitter