+

ભારતરત્ન લતા મંગેશકરજીનું 92 વર્ષની વયે નિધન

સૂર સામ્રાજ્ઞી લતા મંગેશકરજીનું દુઃખદ નિધન થયું છે. કોરોના વાયરસ અને તે બાદ ન્યૂમોનિયાના કારણે લતા મંગેશકરને બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ત્યારે સારવાર દરમિયાન તેમનું નિધન થયું છે. લતાજીના નિધન પર બે દિવસનો રાષ્ટ્રીય શોક જાહેર કરવામાં આવ્યો છે. અને તેમના પાર્થિવ દેહને અંતિમ દર્શન માટે શિવાજી પાર્કમાં રાખવામાં આવશે. લતાજીના નિધન પર રાષ્ટ્રપતિ રામનાથ કોવિà
સૂર સામ્રાજ્ઞી લતા મંગેશકરજીનું દુઃખદ નિધન થયું છે. કોરોના વાયરસ અને તે બાદ ન્યૂમોનિયાના કારણે લતા મંગેશકરને બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ત્યારે સારવાર દરમિયાન તેમનું નિધન થયું છે. લતાજીના નિધન પર બે દિવસનો રાષ્ટ્રીય શોક જાહેર કરવામાં આવ્યો છે. અને તેમના પાર્થિવ દેહને અંતિમ દર્શન માટે શિવાજી પાર્કમાં રાખવામાં આવશે. લતાજીના નિધન પર રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ, પીએમ મોદી, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સહિતના નેતાઓએ દુઃખ વ્યક્ત કર્યો. પીએમ મોદી લતાજીના અંતિમ દર્શન માટે મુંબઇ પણ જશે. 
8 જાન્યુઆરીએ 92 વર્ષીય લતાજીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. જે બાદ તેને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેઓ દાખલ થયાના સમાચાર પણ બે દિવસ પછી 10 જાન્યુઆરીએ સામે આવ્યા હતા. તેઓ 29 દિવસ સુધી કોરોના અને ન્યૂમોનિયા બંને સામે એકસાથે લડી રહ્યા હતા. ત્યારે અંતે મલ્ટીઓર્ગન ફેઇલ થવાના કારણે આજે સવારે તેઓએ અંતિમ શ્વાસ લીધા છે.
Whatsapp share
facebook twitter