+

ઘરમાં ઘૂસીને સ્નાન કર્યું, ખાધું, સૂઈ ગયો બાદમાં મકાન માલિકને 15 હજાર ચૂકવીને ચોર ફરાર

અમેરિકાના ન્યુ મેક્સિકો વિસ્તારમાં ચોરીનો અજીબોગરીબ કિસ્સો સામે આવ્યો છે. હથિયારધારી ચોર એક મકાનમાં ઘૂસી ગયો હતો. ચોરે ઘરમાં ઘૂસીને સ્નાન કર્યું, ખાધું, બિયર પીધી અને સૂઈ ગયો ત્યારબાદ ઊઠીને મકાન માલિકને ૨૦૦ ડોલર એટલે  ૧૫ હજાર જેટલા રૂપિયા આપીને જતો રહ્યો હતો. ચોરથી મકાનની બારી તૂટી ગઈ હતી. નુકસાનીની ભરપાઈ માટે ચોરે ૨૦૦ ડૉલર આપ્યા હતાં. આ ચોરની ઓળખ ૩૪ વર્ષીય તેરાલ ક્રિસ્ટેશન તરીક
અમેરિકાના ન્યુ મેક્સિકો વિસ્તારમાં ચોરીનો અજીબોગરીબ કિસ્સો સામે આવ્યો છે. હથિયારધારી ચોર એક મકાનમાં ઘૂસી ગયો હતો. ચોરે ઘરમાં ઘૂસીને સ્નાન કર્યું, ખાધું, બિયર પીધી અને સૂઈ ગયો ત્યારબાદ ઊઠીને મકાન માલિકને ૨૦૦ ડોલર એટલે  ૧૫ હજાર જેટલા રૂપિયા આપીને જતો રહ્યો હતો. ચોરથી મકાનની બારી તૂટી ગઈ હતી. નુકસાનીની ભરપાઈ માટે ચોરે ૨૦૦ ડૉલર આપ્યા હતાં. આ ચોરની ઓળખ ૩૪ વર્ષીય તેરાલ ક્રિસ્ટેશન તરીકે થઈ છે. આ ચોર બારી તોડીને ઘરમાં પ્રવેશ્યો હતો અને તેની પાસે ગન પણ હતી. જોકે તેણે મકાનમાંથી ચોરી કરી ન હતી. એટલું જ નહી તેણે મકાન માલિકને ઘરમાંથી નીકળતા પહેલા તેના પરિવારની કહાની પણ સંભળાવી હતી. આ ઘટનાના બીજા જ દિવસે પોલીસે આ ચોરને ઝડપી પાડયો હતો અને ચોરે તેનો ગુનો કબૂલી લીધો હતો.
Whatsapp share
facebook twitter