+

નરોડામાં પોલીસ પર હુમલો કરનાર બુટલેગર પર તવાઈ, AMCએ કરી મોટી કાર્યવાહી

અમદાવાદના નરોડામાં બુટલેગરો બેફામ બન્યા છે. થોડાક દિવસ અગાઉ તપાસ માટે ગયેલી પોલીસ પર બુટલેગરોએ હુમલો કર્યો હતો. જોકે ઘટના બાદ આરોપીને પોલીસ અને ક્રાઇમ બ્રાન્ચની ટીમે ઝડપી પાડયા હતા. ત્યારે પોલીસ પર હુમલા બાદ આજે તંત્રએ બુટલેગરોના ગેરકાયદેસર બાંધકામ પર તવાઈ બોલાવી હતી.પોલીસે તમામ બુટલેગરોને પાઠ ભણાવવા અને આરોપીઓના મૂળ કાપવા માટે કમર કસી હતી. AMCને પત્ર લખી નરોડા ખાતે આવેલા ગેરકા
અમદાવાદના નરોડામાં બુટલેગરો બેફામ બન્યા છે. થોડાક દિવસ અગાઉ તપાસ માટે ગયેલી પોલીસ પર બુટલેગરોએ હુમલો કર્યો હતો. જોકે ઘટના બાદ આરોપીને પોલીસ અને ક્રાઇમ બ્રાન્ચની ટીમે ઝડપી પાડયા હતા. ત્યારે પોલીસ પર હુમલા બાદ આજે તંત્રએ બુટલેગરોના ગેરકાયદેસર બાંધકામ પર તવાઈ બોલાવી હતી.
પોલીસે તમામ બુટલેગરોને પાઠ ભણાવવા અને આરોપીઓના મૂળ કાપવા માટે કમર કસી હતી. AMCને પત્ર લખી નરોડા ખાતે આવેલા ગેરકાયદેસર બાંધકામને દૂર કરવાનું કહ્યું હતું જેના ભાગરૂપે આજે AMCએ પોલીસના બંદોબસ્ત સાથે નરોડાના મુઠીયા ગામમાં ઉભુ કરવામાં આવેલુ 10 જેટલા રૂમનું ગેરકાયદેસર બાંધકામ દૂર કર્યું હતું.
મળતી માહિતી મુજબ મકાનની નીચે બનાવવામાં આવેલા ભોંયરામાં આરોપીઓ દ્વારા દારૂ સહિતનો મુદામાલ રાખવામાં આવતો હતો. પોલીસ સૂત્રોના જણાવ્યાં અનુસાર ત્રણ મહિના પહેલાં જ બાંધકામ ઉભુ કરાયું હતું. AMCએ પણ આ ગેરકાયદેસર બાંધકામ અંગે નોટિસ પાઠવવામાં આવી હતી. જોકે નોટિસને બુટલેગરે ધ્યાને લીધી ન હતી. જેેથી આજે આ બાંધકામને ધ્વસ્ત કરાયું હતું.
Whatsapp share
facebook twitter