Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

નિત્યાનંદ કેસમાં હાઇકોર્ટે બન્ને દીકરીઓને વીડિયો કોન્ફરન્સ મારફતે કોર્ટમાં રજૂ કરવાના આપ્યા નિર્દેશ

11:19 PM Apr 29, 2023 | Vipul Pandya

બહુચર્ચિત નિત્યાનંદ કેસમાં હાઈકોર્ટે નંદિતા અને લોપામુદ્રા જે કોઇ દેશમાંથી મળી આવે ત્યાંથી વીડિયો કોન્ફરન્સિંગ મારફતે હાજર કરવાના નિર્દેશ આપ્યા છે.  

 

બન્ને દીકરીઓના એડવોકેટે કોર્ટમાં જમાઇકા દેશનું સરનામું આપેલ જેને ધ્યાને લઇને કોર્ટે મિનિસ્ટ્રી ઓફ એકસ્ટર્નલ અફેર્સ દ્વારા નોટિસની બજવણી કરવામાં આવી છે કે નહીં તે બાબતના રિપોર્ટ રજૂ કરવાનું હાઇકોર્ટ તરફથી કહેવામાં આવ્યું છે.  

 

નિત્યાનંદ આશ્રમ વિવાદ મામલે વિવેકાનંદ પોલીસ સ્ટેશનની અંદર બંને દીકરીઓ નંદિતા અને લોપામુદ્રાની મીટીંગ ફરિયાદ દાખલ કરવામાં આવેલી હતી.  તે ફરિયાદના આધારે ગુજરાત હાઇકોર્ટની અંદર હેબિયસ કોર્પસ પિટિશન પેન્ડિંગ હતી જેની આજ રોજ સુનાવણી હાથ ધરાઈ હતી.  

 

આ સુનાવણીમાં ગુજરાત હાઇકોર્ટની ડિવિઝન બેન્ચે છેલ્લે બંને દીકરીઓનું જમાઈકા કન્ટ્રીનું એડ્રેસ જેબન્ને દીકરીઓના એડવોકેટ મારફતે કોર્ટમાં આપવામાં આવેલું તે એડ્રેસ ઉપર મિનિસ્ટ્રી ઓફ એક્સટર્નલ અફેર્સ દ્વારા નોટિસની બજવણી કરવામાં આવી છે કે નહીં તે બાબતના રિપોર્ટ  તેમજ અત્યારે હાલમાં દીકરીઓ કયા દેશમાં છે? કયા લોકેશન પર છે?  તે બાબતની તમામ વિગતો આપવા માટે કહ્યું હતું.  

 

 કોર્ટે દીકરીઓ છેલ્લે જે પણ દેશ માંથી મળી આવે તે દેશ માંથી નજીકમાં નજીક જે ઇન્ડિયન એમ્બેસી આવેલી હોય તે એમ્બેસીમાં આવીને વીડિયો કોન્ફરન્સિંગ મારફતે ગુજરાત કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવે તેવા પ્રકારના નિર્દેશ આપ્યા છે. કોર્ટ દ્વારા વધુ સુનાવણી આગામી ૧૬મી ફેબ્રુઆરીના રોજ હાથ ધરાશે.