Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

સાહિત્યકારો અને પર્યાવરણ પ્રેમીઓએ વૃક્ષોનું બેસણું કરી “વૃક્ષાંજલિ”અર્પી

11:38 PM Apr 15, 2023 | Vipul Pandya

100 વર્ષ કરતાં  જૂની ગુજરાતી સાહિત્ય પરિષદએ ગુજરાતનું એક ઐતિહાસિક ધરોહર સમાન નજરાણું છે. આ ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખ તરીકે મહાત્મા ગાંધી રહી ચૂક્યા છે. રિવરફ્રન્ટના કિનારે ગુજરાતી સાહિત્ય પરિષદનું ભવન આવેલ છે અને આ ભવનના વિશાળ પટાંગણમાં વર્ષો જુના વૃક્ષો વાવેલા હતા, આ વૃક્ષોના આશ્રયમાં હજારો પક્ષીઓ કિલ્લોલ કરતા હતા પરંતુ સાહિત્ય પરિષદના પટાંગણમાં રહેલા વર્ષો જૂના વૃક્ષોને કોઈપણ જાતની પરવાનગી લીધા સિવાય રહેસી નાખવામાં આવ્યા અને આજે કિલ્લોલ કરતા પક્ષીઓના મધુર અવાજ સાથેનું પરિસર સ્મશાન સમાન દેખાઈ રહ્યું છે. સાહિત્ય પરિષદના મહામંત્રી  કિર્તીદાબેન શાહની સૂચનાથી આ પ્રકારના વૃક્ષો કાપવામાં આવેલ હતા. 
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા તારીખ 29  જાન્યુઆરીના રોજ આ બાબતે પરિષદને નોટિસ પણ પાઠવેલ હતી છતાં પણ તારીખ 30 જાન્યુઆરીના રોજ ફરીથી એકવાર રજાના દિવસે આ વૃક્ષોને કાપવામાં આવેલ હતા.  પોતાની સંવેદના વ્યક્ત કરી હતી. ઝાડ કાપવાના ગુનાહિત કૃત્યના જવાબદારો સામે કાનૂની પગલાં લઇ સખત દાખલો બેસાડવા સત્તાધિશોને અપીલ કરી હતી
અગ્રણી સાહિત્યકારો, કવિઓ અને સમાજસેવી સંસ્થાઓના અગ્રણીઓની વૃક્ષોને “વૃક્ષાંજલિ”
આ “વૃક્ષાંજલિ” કાર્યક્રમમાં સાહિત્ય પરિષદના ઉપપ્રમુખ પ્રફુલભાઈ રાવલ, ખજાનચી રાજેન્દ્રભાઈ ઉપાધ્યાય, ગ્રંથાલય મંત્રી મનિષ પાઠક, સાહિત્ય પરિષદ મધ્યસ્થ સમિતિના સદસ્ય હેમાંગ રાવલ, હરદ્વાર ગોસ્વામી,  ધારીણીબેન શુકલ, ચેતન શુક્લ, સાહિત્યકાર સંજય ભાવે તથા અમદાવાદ એજ્યુકેશન ગ્રુપ, ફેડરેશન ઓફ એકેડેમિક એસોસિએશન, લેટ્સ હેલ્પ ફાઉન્ડેશન અને અખિલ ભારતીય માનવ અધિકાર નિગરાની સમિતિના સદસ્યોએ અને પદાધિકારીઓએ હાજરી આપીને”વૃક્ષાંજલિ” આપી હતી.