Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

ગ્રાન્ટેડ શાળામાં 3 હજાર આચાર્યની જગ્યા ખાલી, ભરતી માટે CMને પત્ર

07:52 PM Apr 16, 2023 | Vipul Pandya

ગુજરાતમાં ગ્રાન્ટેડ શાળાઓમાં આચાર્યની જગ્યા ખાલી પડી છે,  હાલમાં 3 હજાર જેટલી આચાર્યની જગ્યાઓ ખાલી પડી છે. ખાલી પડેલી ભરતીની જવાબદારી સંચાલક મંડળને આપવામાં આવે તે માટે સંચાલક મંડળે મુખ્યમંત્રીને પત્ર લખી રજૂઆત કરી છે. આચાર્ય ન હોવાના કારણે હાલમાં શાળાઓમાં સિનિયર શિક્ષકો ઈન્ચાર્જ આચાર્યની કામગીરી કરી રહ્યા છે. જેથી તેમને કામગીરી બદલ ગુણ આપવામાં આવે તેવી પણ રજૂઆત કરવામાં આવી છે.
ગુજરાત રાજ્યના શાળા સંચાલક મંડળના પ્રમુખ ભાસ્કર પટેલે આચાર્યની ભરતીને લઈને મુખ્યમંત્રીને પત્રમાં લખ્યું હતું કે ‘ગ્રાન્ટેડ શાળાઓમાં સરકારે બે પ્રકારની ગ્રાન્ડ આપવાની શરૂઆત કરી હતી જેમાં પગાર ગ્રાન્ટ અને નિભાવ ગ્રાન્ટનો સમાવેશ થાય છે.પગાર ગ્રાન્ટ જે તે કર્મચારીના ખાતામાં સીધા જમા કરવામાં આવે છે જ્યારે નિભાવ ગ્રાન્ટ વર્ષ દરમિયાન 4 હપ્તામાં ટ્રસ્ટને ચૂકવાય છે. રાજ્યમાં 2011 પહેલા શૈક્ષણિક અને બિન શૈક્ષણિક કર્મચારીઓની ભરતી જે તે શાળા સંચાલક મંડળે કરી હતી.

ગ્રાન્ટેડ સ્કૂલોમાં ટ્રસ્ટીઓ પાસે પૂરતો સમય ન હોવાના લીધે આચાર્યના ભરોસે શિક્ષણકાર્ય ચાલતુ હોય છે. કહેવાય છે કે શાળાનું એન્જિન આચાર્ય હોય છે. અને આચાર્યનો ફાળો ખૂબ મહત્વનો ગણાતો હોય છે. જો એન્જિન નબળું હોય તો શાળા સાથે વિદ્યાર્થીઓની પણ પ્રગતિ અટકી જાય છે. જેથી સંચાલક મંડળે ગ્રાન્ટેડ શાળામાં ભરતી કરવા માટે મુખ્યમંત્રીને રજૂઆત કરી છે.