+

અમદાવાદના સનાથલ ગામમાં પાણીની સમસ્યાને લઇ લોકો પરેશાન…

પાણીની સમસ્યાની વાત આવે ત્યારે સામાન્ય રીતે લોકોના મગજમાં સૌરાષ્ટ્ર, કચ્છના ગામડાઓ આવે પરંતુ અહીં પાણીનનો પોકાર છે અમદાવાદ જિલ્લામાં. અમદાવાદના સનાથલ ગામમાં પાણીની પારાયણ થાય છે અને આ સમસ્યા આજની નહી પરંતુ છ મહિનાથી છે. સ્થાનિકો માટે પાણીની સમસ્યા માથાના દુખાવા સમાન સાબિત થઈ છે. ગામમાં નર્મદાનું પાણી પહોંચે તે માટે 5 લાખના ખર્ચે પાઈપલાઈન નાખવામાં આવી હતી પરંતુ સમસ્યા હજી ઠેરન
પાણીની સમસ્યાની વાત આવે ત્યારે સામાન્ય રીતે લોકોના મગજમાં સૌરાષ્ટ્ર, કચ્છના ગામડાઓ આવે પરંતુ અહીં પાણીનનો પોકાર છે અમદાવાદ જિલ્લામાં. અમદાવાદના સનાથલ ગામમાં પાણીની પારાયણ થાય છે અને આ સમસ્યા આજની નહી પરંતુ છ મહિનાથી છે. સ્થાનિકો માટે પાણીની સમસ્યા માથાના દુખાવા સમાન સાબિત થઈ છે. ગામમાં નર્મદાનું પાણી પહોંચે તે માટે 5 લાખના ખર્ચે પાઈપલાઈન નાખવામાં આવી હતી પરંતુ સમસ્યા હજી ઠેરની ઠેર છે.
મહિલાઓને માથે બેડા લઈ પાણી ભરવા નીકળવું પડે છે.  સનાથલ ગામ શહેરની નજીક જ છે પરંતુ પાણીની સમસ્યા દૂર કરવામાં આવી નથી. સનાથલ ગામના આગેવાનોએ સમગ્ર મામલે તંત્રને રજૂઆત કરી છે પરંતુ સમસ્યાનું નિવારણ આવ્યું નથી. સનાથલ ગામ ગૃહમંત્રી અમિત શાહના મતવિસ્તારમાં આવે છે અને અગાઉ અમિત શાહને પણ રજૂઆત કરવામાં આવી હતી. અધિકારીઓના પાપે હાલ ગામના લોકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. ત્યારે પાણીદાર સરકાર આ મહિલાઓની અને ગ્રામજનોની વિનંતી સંભાળે તે અનિવાર્ય બન્યું છે.
Whatsapp share
facebook twitter