+

કચ્છ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝે બજેટને આવકાર્યું

કેન્દ્રીય નાણામંત્રીએ આજે વર્ષ 2022-23નું સામાન્ય બજેટ રજૂ કર્યું છે. ત્યારે આ બજેટ અંગે  કચ્છ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા આવકાર આપવામાં આવ્યું છે. ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ મંત્રી અશોકભાઇ વોરા દ્વારા જણાવવામાં આવ્યું છે કે, આ બજેટ લોકો માટે આવકારદાયક તથા આ બજેટમાં તમામ પાસાઓને ધ્યાનમાં લેવામાં આવ્યા છે. તથા સરકારની યોજનાઓનો લાભ લોકો સુધી પહોંચશે તેવો વિશ્વા
કેન્દ્રીય નાણામંત્રીએ આજે વર્ષ 2022-23નું સામાન્ય બજેટ રજૂ કર્યું છે. ત્યારે આ બજેટ અંગે  કચ્છ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા આવકાર આપવામાં આવ્યું છે. ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ મંત્રી અશોકભાઇ વોરા દ્વારા જણાવવામાં આવ્યું છે કે, આ બજેટ લોકો માટે આવકારદાયક તથા આ બજેટમાં તમામ પાસાઓને ધ્યાનમાં લેવામાં આવ્યા છે. તથા સરકારની યોજનાઓનો લાભ લોકો સુધી પહોંચશે તેવો વિશ્વાસ વ્યક્ત કરવામાં આવ્યો તેમ જણાવવામાં આવ્યું છે. વધુમાં જણાવ્યુ કે, જીએસટી અને આઇટીના કારણે આવક વધી છે. જેના કારણે વધુ છૂટછાટ આપવામાં આવી છે જે આવકાર્ય છે. ખેતી પર વધારોનો કોઈ બોજ લગાવવામાં નથી આવ્યો. આ ઉપરાંત રેલવેમાં 1 હજાર ટ્રેન વધારવા અંગેના નિર્ણયને આવકારવામાં આવ્યો છે. તથા સ્ટાર્ટઅપને 2 વર્ષની છૂટ આપવામાં આવી  તથા ઇન્કમટેક્સના રીટર્નને સુધારાના નિર્ણયને વધાવવામાં આવ્યો છે. આ ઉપરાંત નદીને જોડવાના નિર્ણયની પ્રસંશા કરી હતી
Whatsapp share
facebook twitter