+

અમદાવાદની એલજી હોસ્પિટલમાં અદ્યતન મશીનરી વિકસાવવાનો નિર્ણય…

વિશ્વ સહિત દેશમાં જ્યારથી કોરોનાની લહેર શરૂ થઇ છે ત્યારથી જાણે મેડીકલ સુવિધાની દિવસેને દિવસે વધુ પડતી તાતી જરૂરિયાત ઉભી થઇ રહી છે. જેને ધ્યાનમાં લઇ આજે રાજ્યના અનેક શહેર સહિત ગામડાની હોસ્પિટલોમાં અદ્યતન મશીન સરકાર પુરી પાડી કરી રહી છે. જેના ભાગરૂપે અમદાવાદની એલજી હોસ્પિટલમાં સારવાર માટે એક અદ્યતન મશીનરી વિકસાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.    અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સàª
વિશ્વ સહિત દેશમાં જ્યારથી કોરોનાની લહેર શરૂ થઇ છે ત્યારથી જાણે મેડીકલ સુવિધાની દિવસેને દિવસે વધુ પડતી તાતી જરૂરિયાત ઉભી થઇ રહી છે. જેને ધ્યાનમાં લઇ આજે રાજ્યના અનેક શહેર સહિત ગામડાની હોસ્પિટલોમાં અદ્યતન મશીન સરકાર પુરી પાડી કરી રહી છે. જેના ભાગરૂપે અમદાવાદની એલજી હોસ્પિટલમાં સારવાર માટે એક અદ્યતન મશીનરી વિકસાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. 
   
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત એલજી હોસ્પિટલમાં એક્સ-રે માટે ડિજિટલ રેડિયોગ્રાફી મશીન તેમજ આંખના પડદાના ઓપરેશનની સારવાર માટે અદ્યતન મશીન બનાવવાનું નક્કી કરવામાં આવ્યું છે. હોસ્પિટલ કમિટીની એક બેઠક મળી હતી જેમાં આ મહત્વના નિર્ણય લેવામાં આવ્યા છે. મહત્વનું છે કે, પૂર્વ અમદાવાદમાં ગરીબ અને મધ્યમ વર્ગના દર્દીઓ માટે મહત્વની એવી એલજી હોસ્પિટલમાં અધ્યતન મશીનરી બનાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે જે દર્દીઓ માટે રાહત રૂપ નીવડશે. 
એલજી હોસ્પિટલમાં એક્સરે માટે ડિજિટલ રેડિયોગ્રાફી મશીનની ખરીદી કરવામાં આવશે જેનાથી ઝડપથી દર્દીઓના એક્સ-રે થઈ શકશે એટલે કે દરરોજ વધુ દર્દીઓને એક્સરેની સુવિધાનો લાભ મળી શકશે. આ ઉપરાંત આંખના વિભાગમાં પણ એક અદ્યતન મશીન વસાવવાનું નક્કી કરવામાં આવ્યું છે. જેમાં આંખનો પડદો ફાટી જવો, લોહી નીકળવું વગેરે જેવા પડદાના ઓપરેશન સરળતાથી વધુ સારી રીતે કરી શકાશે. તેમજ ડાયાબિટીસ ધરાવતા દર્દીઓ માટે આ અદ્યતન મશીન ખૂબ જ ઉપયોગી સાબિત થશે તેવું નિષ્ણાતોનું કહેવું છે. તો દર્દીઓને પણ એલ.જી.હોસ્પિટલમાં અદ્યતન મશીનરીની સુવિધા ઉપલબ્ધ થતાં મોટી રાહત થશે. ત્યારે હવે આ વધારેલી સુવિધાને પગલે મધ્યમ વર્ગના દર્દીઓને વધુ લાભ મળશે તેવુ કહેવુ ખોટુ નથી.
Whatsapp share
facebook twitter