+

નાણામંત્રી નિર્મલા સીતારમણે ડ્રોનના ઉપયોગને લઈ શું કરી જાહેરાત?

કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે દેશનું સામાન્ય બજેટ રજૂ કર્યું. આ બજેટમાં નાણામંત્રીએ ડ્રોનના ઉપયોગને લઈને મહત્વપૂર્ણ ઘોષણા કરી છે. બજેટ 2022માં સ્ટાર્ટઅપ્સ દ્વારા ડ્રોન શક્તિનો પ્રચાર કરવામાં આવશે. કેન્દ્રીય બજેટ 2022 સત્રમાં, નાણામંત્રી નિર્મલા સીતારમણે જણાવ્યું કે “ડ્રોન શક્તિ” ને સ્ટાર્ટઅપ્સ દ્વારા એપ્લિકેશનને સરળ બનાવવા અને સેવા તરીકે ડ્રોનનો ઉપયોગ કરવા માટે પ્રમ
કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે દેશનું સામાન્ય બજેટ રજૂ કર્યું. આ બજેટમાં નાણામંત્રીએ ડ્રોનના ઉપયોગને લઈને મહત્વપૂર્ણ ઘોષણા કરી છે. બજેટ 2022માં સ્ટાર્ટઅપ્સ દ્વારા ડ્રોન શક્તિનો પ્રચાર કરવામાં આવશે. કેન્દ્રીય બજેટ 2022 સત્રમાં, નાણામંત્રી નિર્મલા સીતારમણે જણાવ્યું કે “ડ્રોન શક્તિ” ને સ્ટાર્ટઅપ્સ દ્વારા એપ્લિકેશનને સરળ બનાવવા અને સેવા તરીકે ડ્રોનનો ઉપયોગ કરવા માટે પ્રમોટ કરવામાં આવશે.
નાણામંત્રીએ કહ્યું કે, વિવિધ એપ્લિકેશન દ્વારા ડ્રોન શક્તિને પ્રમોટ કરવામાં આવશે. નાણામંત્રીએ ડ્રોનનો વધુમાં વધુ ઉપયોગ કરવાની વાત કરી છે. ડ્રોનને એક સર્વિસ તરીકે ઉપયોગમાં લઈ શકાશે. સાથે જ કૃષિ ક્ષેત્રમાં ડ્રોનનો વધુમાં વધુ ઉપયોગ થાય તેના પર ભાર મુક્યો છે. વધુમાં તેમણે ઉમેર્યું કે, પાક મુલ્યાંકન, જંતુનાશકો અને પોષક તત્વોના છંટકાવ માટે ખેડૂતો ડ્રોનનો ઉપયોગ કરી શકશે. ડિફેન્સની જેમ સાર્વજનિક ક્ષેત્રોમાં પણ ડ્રોનનો આગળ પડતો ઉપયોગ થાય તેના પર ભાર મુકાયો છે. જે રીતે નાણામંત્રી નિર્મલા સીતારમણે કૃષિ ક્ષેત્રમાં ડ્રોનના ઉપયોગની વાત કરી છે, જેના દ્વારા કૃષિ ક્ષેત્રને વધુ મજબૂત બનાવાનો લક્ષ્યાંક છે.
Whatsapp share
facebook twitter