Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

MSPની ચુકવણી સીધી ખેડૂતોના ખાતામાં કરાશે…

07:10 AM Apr 26, 2023 | Vipul Pandya

નાણામંત્રીએ બજેટમાં ખેડૂતો માટે મોટી જાહેરાત કરી છે. કેન્દ્ર સરકારે  ખેડૂત આંદોલનના કેન્દ્રમાં રહેલી MSPને સીધી ખેડૂતોના ખાતામાં મોકલવાની જાહેરાત કરી છે. ચાલુ સત્રમાં 163 લાખ ખેડૂતો પાસેથી 1 હજાર 208 મેટ્રિક ટન ઘઉં અને અનાજ ખરીદવામાં આવશે. બજેટના ભાષણ દરમિયાન નાણામંત્રીએ જણાવ્યું કે,  MSPના આધારે ખેડૂતોના ખાતામાં 2.37 લાખ કરોડ રૂપિયા જમાં કરવામાં આવશે. સાથે જ નાણામંત્રીએ ઉલ્લેખ કર્યો હતો કે, જંતુનાશકમુક્ત ખેતી વધારવાના પ્રયાસો કરવામાં આવશે.
ખેડૂતો માટે મોટી જાહેરાતો
  • ખેડૂતોને ડિજિટલ અને હાઈટેક બનાવવા માટે PPP મોડમાં નવી યોજનાઓ શરૂ કરાશે. જે ખેડૂતો પબ્લિક સેક્ટર રિસર્ચ સાથે સંકાળાયલે છે તેમને લાભ થશે.
  • ખેડૂતોને ડિજિટલ અને હાઇટેક સેવા પ્રદાન કરવા PPP મોડલમાં યોજનાઓ શરૂ કરાશે
  • ઝીરો બજેટ ખેતી, ઓર્ગેનિક ખેતી, મૂલ્ય સંવર્ધન અને પ્રબંધન પર ભાર અપાશે
  • નાણામંત્રીએ કેન-બેતવા નદી જોડવાની પરિયોજનાની જાહેરાત કરી છે. આ યોજનાથી 9 લાખ ખેડૂતોને ફાયદો થશે
  • ખેતીમાં મદદ કરશે ડ્રોન-ટેક્નોલોજીનો ઉપયોગ ખેતીમાં પણ કરાશે. કિસાન ડ્રોનનો ઉપયોગ કરાશે. એનાથી પાક મુલ્યાંકન, જમીન માપણી, દવાનો છંટકાવ કરવામાં આવશે.
  • નાબાર્ડના માધ્યમથી ખેડૂતો માટે ફંડની વ્યવસ્થા
  • સ્ટાર્ટઅપ એફપીઓને સપોર્ટ કરીને ખેડૂતોને હાઇટેક બનાવવામાં આવશે
  • ખેડૂતોને ડિજિટલ સેવા આપવામાં આવશે
ગંગા કિનારે હવે ઓર્ગેનિક ખેતી 
ગંગા નદીના કિનારાની 5 કિમીના વિસ્તારમાં આવતી જમીન પર ઓર્ગેનિક ખેતીને પ્રોત્સાહન આપવામાં આવશે. ખેતીની જમીનના દસ્તાવેજોનું ડિજિટલાઇઝેશન કરવામાં આવશે. રાજ્યોને એગ્રિકલ્ચર યૂનિવર્સિટીનો સિલેબસ બદલવા માટે કહેવામાં આવશે. જેથી ખેતીનો ખર્ચ ઘટાડી શકાય. ખેડૂતોને ડિજિટલ સર્વિસ મળશે જેમાં દસ્તાવેજ, ખાતર, બિયારણ, દવાને સંબંધિત સેવાઓનો સમાવેશ હશે.