+

આ વર્ષે જ લોન્ચ થશે ડિજિટલ કરન્સી, ક્રિપ્ટો કરન્સી પર લાગશે 30 ટકા ટેક્સ…

બજેટમાં ક્રિપ્ટો કરન્સીને લઇને મહત્વની જાહેરાતો કરાઇ છે. ક્રિપ્ટો કરન્સીને ટેક્સ અંતર્ગત લવાઇ છે. હવે ક્રિપ્ટ કરન્સી પર 30 ટકા ટેક્સ લાગશે.ક્રિપ્ટો કરન્સી પર 30 ટકા ટેક્સઆ વર્ષે RBI ડિજિટલ કરન્સી લોન્ચ કરાશે. ક્રિપ્ટો કરન્સીથી થનારી કમાણી પર 30% ટેક્સ લાદવામાં આવશે. નાણામંત્રીએ જણાવ્યું કે વર્ચ્યૂઅલ ડિજિટલ એસેટ્સને ટેક્સેશનમાં પરિવર્તિત કરાશે.રોકાણ માટે 7.55 લાખ કરોડરોજગારીની તકોનà
બજેટમાં ક્રિપ્ટો કરન્સીને લઇને મહત્વની જાહેરાતો કરાઇ છે. ક્રિપ્ટો કરન્સીને ટેક્સ અંતર્ગત લવાઇ છે. હવે ક્રિપ્ટ કરન્સી પર 30 ટકા ટેક્સ લાગશે.
ક્રિપ્ટો કરન્સી પર 30 ટકા ટેક્સ
આ વર્ષે RBI ડિજિટલ કરન્સી લોન્ચ કરાશે. ક્રિપ્ટો કરન્સીથી થનારી કમાણી પર 30% ટેક્સ લાદવામાં આવશે. નાણામંત્રીએ જણાવ્યું કે વર્ચ્યૂઅલ ડિજિટલ એસેટ્સને ટેક્સેશનમાં પરિવર્તિત કરાશે.
રોકાણ માટે 7.55 લાખ કરોડ
રોજગારીની તકોને વધારવા માટે મોટા ઉદ્યોગો અને MSME બંને દ્વારા મદદ મળતી હોય છે.જેને લઇને ખાનગી રોકાણકારોની ક્ષમતા વધારાશે. આ માટે કેન્દ્રીય બજેટમાં 5.54 લાખ કરોડ રૂપિયાથી મર્યાદા વધારીને 7.55 લાખ કરોડ મર્યાદા કરાઇ છે. ક્લાઇમેટ ચેન્જ માટે સોવરેન ગ્રીન બોન્ડ્સ પણ જાહેર કરાશે. સેમી કન્ડકટર નિર્માણ માટે ઇન્ડસ્ટ્રીઝ ડેવલપ કરાશે.
ગેમિંગ અને એનિમેશન બનશે અર્થતંત્રનો ભાગ
એનિમેશન,વિઝ્યુઅલ ઇફેક્ટ,ગેમિંગ અને કોમિક્સ અર્થાત AVGC સેકટરમાં રોજગારની અપાર સંભાવનાઓ છે.જેને લઇને AVGC પ્રમોશન ટાસ્ક ફોર્સ સંલગ્ન તમામ સ્ટાફ હોલ્ડર સાથે ચર્ચા વિચારણા કરાશે સાથે જ તેનાં ઉકેલ લાવવા પણ પ્રયાસ કરાશે, જેને લઇને આપણે બજાર અને ગ્લોબલ માર્કેટની જરૂરિયાતને પૂર્ણ કરી શકીએ.
 
Whatsapp share
facebook twitter