Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

નવી 400 વંદે ભારત એક્સપ્રેસ દોડાવાની જાહેરાત, મેટ્રો સિસ્ટમને કરાશે ડેવલપ…

03:49 AM May 03, 2023 | Vipul Pandya

બજેટમાં આજે મહત્વની જાહેરાતો કરવામાં આવી છે. ત્યારે MSMEને મજબુત કરવા માટે નવી યોજનાઓ શરૂ થશે. પાંચ વર્ષમાં 6 હજાર કરોડ રૂપિયા ફાળવવામાં આવશે. ઉદયમ, ઇ-શ્રમ, NCS અને અસીમ પોર્ટલને એક-બીજા સાથે જોડવામાં આવશે. હવેથી આ લાઇવ ડેટા બેઝના પ્લેટફોર્મ હશે. આનાથી ક્રેડિટ સુવિધાઓ મળશે અને આન્ત્રપ્રેન્યોરશિપની સંભાવનાઓ વધશે.  
પીએમ ઈ-વિદ્યા પ્રોગ્રામનો વિસ્તાર વધ્યો 
મહામારી દરમિયાન સ્કૂલ બંધ રહેવાના કારણે ગામડાના બાળકોને બે વર્ષ માટે શિક્ષાથી વંચિત રહેવું પડ્યું છે. પીએમ ઈ-વિદ્યા હેઠળ આવા બાળકો માટે એક ક્લાસ એક ટીવી ચેનલ હેઠળ આવી ચેનલની સંખ્યા 12થી વધારી 200 કરી દેવામાં આવી છે. આ ચેનલ ક્ષેત્રિય ભાષાઓમાં હશે. વ્યવસાયિક શિક્ષાને પ્રોત્સાહિત કરવા માટે ટેક્નોલોજીની મદદ લેવામાં આવશે અને એક ડિજિટલ યુનિવર્સિટીની સ્થાપના કરવામાં આવશે.
400 નવી પેઢીની વંદે ભારત એક્સપ્રેસ ચાલશે 
આગલા 3 વર્ષો દરમિયાન 400 જેટલી નવી જનરેશનની વંદે ભારત એક્સપ્રેસ ચલાવામાં આવશે. આ દરમિયાન 100 પ્રધાનમંત્રી ગતિશક્તિ કાર્ગો ટર્મિનલ પણ આ દરમિયાન ડેવલપ કરવામાં આવશે. મેટ્રો સિસ્ટમને ડેવલપ કરવા માટે ઇનોવેટીવ રસ્તાઓ અપનાવામાં આવશે.