+

અમદાવાદના યુવકનો અન્ય સમાજની લાગણી દુભાવવાનો પ્રયાસ

ધંધુકામાં કિશન ભરવાડની હત્યાનો મામલો સમગ્ર રાજ્ય અને દેશમાં ચર્ચાનો વિષય બન્યો છે. તેવામાં અમદાવાદના શહેરકોટડા વિસ્તારમાં રહેતા યુવકે સોશિયલ મિડિયામાં કિશનની જેમ અન્ય સમાજની લાગણી દુભાય તેવી પોસ્ટ શેર કરી હતી. આ પોસ્ટને અન્ય સમાજના લોકોએ યુવકને ડિલીટ કરવા દબાણ કર્યું હતું. આ પ્રકરણે યુવક સામે શહેર કોટડા પોલીસમાં ફરિયાદ કરાઈ હતી. યુવકે પોસ્ટ ડિલીટ ન કરતા સમાજના અગ્રણીઓએ દબાàª
ધંધુકામાં કિશન ભરવાડની હત્યાનો મામલો સમગ્ર રાજ્ય અને દેશમાં ચર્ચાનો વિષય બન્યો છે. તેવામાં અમદાવાદના શહેરકોટડા વિસ્તારમાં રહેતા યુવકે સોશિયલ મિડિયામાં કિશનની જેમ અન્ય સમાજની લાગણી દુભાય તેવી પોસ્ટ શેર કરી હતી. આ પોસ્ટને અન્ય સમાજના લોકોએ યુવકને ડિલીટ કરવા દબાણ કર્યું હતું. આ પ્રકરણે યુવક સામે શહેર કોટડા પોલીસમાં ફરિયાદ કરાઈ હતી. 
યુવકે પોસ્ટ ડિલીટ ન કરતા સમાજના અગ્રણીઓએ દબાણ કરી ધમકી આપી હતી. જેને લઈને આ મામલે પોલીસમાં પરસ્પર ફરિયાદ નોંધાઈ છે. યુવકે કિશન ભરવાડ દ્વારા કરાયેલી પોસ્ટના વીડિયોને પોતાના સ્ટેટસમાં મૂક્યા હોવાથી તેને જેલ હવાલે કરાયો છે. શહેરકોટડા પોલીસ આ પ્રકરણે વધુ તપાસ શરૂ કરી છે. ડી ડિવિઝનના એસીપી હિતેષ ધાંધલ્યાએ જણાવ્યું હતું કે, હાલ બન્ને પક્ષે કાર્યવાહી કરવામાં આવી છે. હાલ વિસ્તારનો માહોલ શાંત છે. જો કે અશાંતિ ફેલાવનારાઓ પણ પોલીસ દ્વારા ચાંપતી નજર રાખવામાં આવી રહી છે.
Whatsapp share
facebook twitter