+

B ગ્રુપના વિદ્યાર્થીઓને ડિગ્રી એન્જિનિયરિંગમાં અપાશે પ્રવેશ, ગુજકેટની પરીક્ષા પાસ કરવી ફરજિયાત

બેચલર ઓફ એન્જિનિયરિંગની તમામ બ્રાન્ચમાં B ગ્રુપના વિદ્યાર્થીઓને હવે પ્રવેશ અપાશે. જો કે B ગ્રુપના વિદ્યાર્થીઓને ગુજકેટ પાસ કરવી ફરજિયાત રહેશે. ચાલુ વર્ષે AICTE(ઓલ ઇન્ડિયા કાઉન્સિલ ફોર ટેકનિકલ એજ્યુકેશન)ના નવા નિયમ મુજબ B ગ્રુપના વિદ્યાર્થીઓને ડિગ્રી એન્જિનિયરિંગમાં પ્રવેશ આપવામાં આવશે. અત્યાર સુધી મુખ્ય બ્રાન્ચ સિવાયની અન્ય 15 બ્રાન્ચમાં એડમિશન આપવામાં આવતું હતું. પરંતુ હવે નવા

બેચલર ઓફ એન્જિનિયરિંગની તમામ બ્રાન્ચમાં B ગ્રુપના વિદ્યાર્થીઓને હવે પ્રવેશ અપાશે. જો કે B ગ્રુપના વિદ્યાર્થીઓને ગુજકેટ પાસ કરવી ફરજિયાત રહેશે. ચાલુ વર્ષે AICTE(ઓલ ઇન્ડિયા કાઉન્સિલ ફોર ટેકનિકલ એજ્યુકેશન)ના નવા નિયમ મુજબ B ગ્રુપના વિદ્યાર્થીઓને ડિગ્રી એન્જિનિયરિંગમાં પ્રવેશ આપવામાં આવશે. અત્યાર સુધી મુખ્ય બ્રાન્ચ સિવાયની અન્ય 15 બ્રાન્ચમાં એડમિશન આપવામાં આવતું હતું. પરંતુ હવે નવા શૈક્ષણિક વર્ષથી તમામ બ્રાન્ચમાં એડમિશન આપવામાં આવશે.  ડિગ્રી એન્જિનિયરિંગમાં વર્ષ 2022-23થી તમામ બ્રાન્ચમાં AICTE દ્વારા સૂચવેલ વિષયો પૈકી  ભૌતિકશાસ્ત્ર અને રસાયણશાસ્ત્ર સાથે ગણિતશાસ્ત્ર,  જીવવિજ્ઞાન કે બાયોટેક્નોલોજી વિષયના થિયરી ગુણ આધારિત મેરીટ બનાવી પ્રવેશ આપવામાં આવશે. જેમાં લાયકાત માટે ઉપરોકત વિષય સાથે અન્ય વિષયો જેવા કે કમ્પ્યૂટર સાયન્સ, ઇન્ફર્મેશન ટેકનોલોજી,  બિઝનેસ સ્ટડી જેવા વિષયોમાં 45 ટકા માર્કસ જ્યારે અનામત કેટેગરી માટે 40 ટકા સાથે ધો. 12 ની પરીક્ષા પાસ કરેલી હોવી જોઇએ. પ્રવેશના મેરીટ માટે ભૌતિકશાસ્ત્ર અને રસાયણશાસ્ત્ર સાથે ગણિતશાસ્ત્ર કે જીવવિજ્ઞાન જેવા અન્ય સંબંધિત વિષયોની પ્રવેશ પરીક્ષા ધ્યાને લેવાશે.

Whatsapp share
facebook twitter