+

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના હસ્તે ભીંતચિત્રનું અનાવરણ

કેન્દ્રીયગૃહમંત્રી અમિત શાહ અમદાવાદની મુલાકાતે છે. તે દરમિયાન અમિત શાહે ગાંધીજીના 74માં નિર્વાણદિન નિમિત્તે અમદાવાદના રિવરફ્રન્ટ હાઉસમાં ગાંધીજીના ભીંતચિત્રનું અનાવરણ કર્યુ હતું. આ પ્રસંગે કેન્દ્રીયમંત્રી નારાયણ રાણે તેમજ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તથા અન્ય મંત્રીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના હસ્તે ગાંધીજીના ભીંતચિત્રનું અનાવરણ કરવામાં આવ્યુ
કેન્દ્રીયગૃહમંત્રી અમિત શાહ અમદાવાદની મુલાકાતે છે. તે દરમિયાન અમિત શાહે ગાંધીજીના 74માં નિર્વાણદિન નિમિત્તે અમદાવાદના રિવરફ્રન્ટ હાઉસમાં ગાંધીજીના ભીંતચિત્રનું અનાવરણ કર્યુ હતું. આ પ્રસંગે કેન્દ્રીયમંત્રી નારાયણ રાણે તેમજ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તથા અન્ય મંત્રીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના હસ્તે ગાંધીજીના ભીંતચિત્રનું અનાવરણ કરવામાં આવ્યું. કાર્યક્રમ દરમિયાન અમિત શાહે જણાવ્યું કે, આજે શહીદ દિવસ અને મહાત્મા ગાંધીનો સ્મૃતિ દિવસ છે. 30 જાન્યુઆરીને 1857થી 1947 સુધી આઝાદીના આંદોલનમાં શહાદત વ્હોરેલા તમામને મારા નમન છે. તમામને નમન મારા નમન છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે વધુમાં કહ્યું હતું કે, આજે આપણે આઝાદીના 75 વર્ષ મનાવી રહ્યા છે. ત્યારે 100 વર્ષ પછી ભારત દેશ ક્યાં હશે તેનો સંકલ્પ આપણે કરવાનો છે. આઝાદીના 100 વર્ષ બાદ દેશ રોજગારી, શિક્ષણ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં ભારતને શિરમોર બનાવવાનો છે. તેમજ તેમણે કહ્યું હતું કે, અનેક વર્ષ સુધી બાપુને શ્રદ્ધાજલિ અપાઈ પણ ખાદી ભુલાઈ ગઈ તે દુખદ વાત છે. અમિત શાહે વધુમાં કહ્યું કે, નરેન્દ્ર મોદી પ્રધાનમંત્રી બન્યા બાદ બાપુના મૂલ્યોને જીવંત કર્યા છે. 130 કરોડ ભારતીયો સ્વદેશી ચીજોનો ઉપયોગ કરે તે મહાત્મા ગાંધીના મૂલ્યોમાંથી જ ઉજાગર કરવામાં આવી. નરેન્દ્રભાઈ મુખ્યમંત્રી હતા ત્યારે તેમને ખાદીને પ્રધાન્ય આપ્યું. ખાદીના કપડાં પહેરવા યોગ્ય ન હોય પણ ઘરની વખરી ખાદીની જરૂર વસાવવા શાહે અપીલ કરી હતી.
CM ભૂપેન્દ્ર પટેલે શું કહ્યું?
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું હતું કે, દેશ આઝાદીનો અમૃત મહોત્સવ ઉજવી રહ્યો છે. અંગ્રેજોની ગુલામીમાંથી જેમણે આપણને મુક્ત કરાવ્યા તેમનો આજે નિર્વાણદિન છે. સાબરમતીના તટ ઉપર ગાંધીજીએ દાંડીકૂચની શરૂઆત કરી હતી ત્યારે ભારત સરકાર દ્વારા તૈયાર કરવામાં આવેલું ભીંતચિત્ર ગુજરાતની બાપુને શ્રદ્ધાજલિ છે.
ભીંતચિત્રની વિશેષતા
દેશભરના હસ્તકલા કારીગરો દ્વારા ભીંતચિત્ર તૈયાર કરવામાં આવ્યું છે. આ ચિત્રની વિશેષતા એવી છે કે,  તે 100 વર્ગ મીટરનું આ ભીંતચિત્ર 70 મિલી મીટર વ્યાસ અને 70  મીટર ઊંચાઈ ના 2975 ઉચ્ચ કોટિના ગ્લેજ સીરામીક કુલ્લાડથી તેની રચના કરવામાં આવી છે. આ માટીના કાચા કૂલ્લડોને 900 સેલ્સિયસ તાપમાને પકવવામાં આવ્યા હતા અને પછીથી 1200 ડિગ્રી તાપમાને ગ્લેઝ કરી મજબૂત કરવામાં આવ્યા છે. જે ઓછામાં ઓછા 50 વર્ષ સુધી તમામ હવામાન પરિસ્થિતિઓને સહન કરી શકે તેવી મજબૂતાઈ ધરાવે છે. આ કુલ્લડ અમદાવાદ ખાતે દેશભરના 75 કુશળ કુંભારોએ બનાવેલા છે. જેને કુંભાર સશક્તિકરણ યોજના હેઠળ સશકત કરવામાં આવ્યા છે.
Whatsapp share
facebook twitter