Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

અમદાવાદના સરખેજ વિસ્તારમાં 10 મહિલા બુટલેગરોની પોલીસે ધરપકડ કરી

10:37 AM Apr 17, 2023 | Vipul Pandya

અમદાવાદના સરખેજ વિસ્તારમાં પોલીસ દ્વારા દેશી દારૂ વેચતી 10 મહિલા બુટલેગરોની ધરપકડ કરવામાં આવી છે. સરખેજ વિસ્તારમાં વણઝાર ગામમાં વણઝાર ફાટક પાસે, ઉજાલા સર્કલ સહિતના વિસ્તારોમાં દેશી દારૂનું વેચાણ કરી રહેલી 10 જેટલી મહિલા બુટલેગરોની સરખેજ પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. આ 10 મહિલા બુટલેગરો દેશી દારૂનું વેચાણ અને દારૂની ભઠ્ઠી ચલાવતી હતી. પોલીસે આ 10 મહિલા બૂટલેગરો સામે 10 અલગ-અલગ ગુના નોંધી તેમની ધરપકડ કરી છે અને 95 લીટર દેશી દારૂનો નાશ કર્યો છે તેમજ 200 લિટરથી વધુ દારૂ જપ્ત કર્યો છે. અને દારૂ બનાવવામાં વપરાતી સામગ્રી પણ જપ્ત કરી છે. 
આ વિસ્તારમાં આ મહિલા બુટલેગરો વર્ષોથી પોલીસ અને કાયદાના ડર વિના દારૂનું વેચાણ કરતી હતી અને આ મહિલાઓના ત્રાસની મળતી ફરિયાદના પગલે પોલીસે સર્ચ ઓપરેશન કરીને તમામની ધરપકડ કરી છે. સરખેજ પોલીસે આ સર્ચ ઓપરેશન દરમિયાન દારૂનો નાશ કર્યો છે અને હાલમાં પોલીસે હિસ્ટ્રીશીટર મહિલા બુટલેગર વિરૂદ્ધ પાસા હેઠળ કાર્યવાહી હાથ ધરી છે.