+

અમદાવાદ મનપાના નવા સ્વિમિંગ પુલોનું સંચાલન કોન્ટ્રાક્ટરોને અપાશે

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સ્વિમિંગ પુલ પણ કોરોનાની અસરથી બાકાત નથી રહ્યા. કોરોનાના વધી રહેલા કેસના લીધે લોકો સ્વિમિંગ પુલમાં જતા ડરે છે. અને અવારનવાર કોરોનાના લીધે મ્યુનિસિપલ કોર્પોરેશનના સ્વિમિંગ પુલમાં જવા પર પ્રતિબંધ પણ લગાડવામાં આવે છે. ત્યારે દર વર્ષની સરખામણીએ આ વર્ષે કોર્પોરેશન સંચાલિત સ્વિમિંગ પુલમાં સભ્ય તરીકે ખૂબ જ ઓછા સભ્યો જોડાયા છે. આ વર્ષે કોર્પોરેશન સàª
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સ્વિમિંગ પુલ પણ કોરોનાની અસરથી બાકાત નથી રહ્યા. કોરોનાના વધી રહેલા કેસના લીધે લોકો સ્વિમિંગ પુલમાં જતા ડરે છે. અને અવારનવાર કોરોનાના લીધે મ્યુનિસિપલ કોર્પોરેશનના સ્વિમિંગ પુલમાં જવા પર પ્રતિબંધ પણ લગાડવામાં આવે છે. ત્યારે દર વર્ષની સરખામણીએ આ વર્ષે કોર્પોરેશન સંચાલિત સ્વિમિંગ પુલમાં સભ્ય તરીકે ખૂબ જ ઓછા સભ્યો જોડાયા છે. આ વર્ષે કોર્પોરેશન સંચાલિત 14 સ્વિમિંગ પુલમાં ફક્ત 300 સભ્યો જોડાયા છે જ્યારે દર વર્ષે પ્રતિ સ્વિમિંગ પુલમાં 1200થી 1500 જેટલા સભ્યો જોડાતા હોય છે. પરંતુ આ વર્ષે કોરોના અને ભારે ઠંડીના કારણે સ્વિમિંગ પુલમાં આવતા લોકોની સંખ્યા ઓછી છે. જેના કારણે કોર્પોરેશનના 14 સ્વિમિંગ પુલની આવકમાં ભારે ઘટાડો જોવા મળ્યો છે. કોર્પોરેશનને 63 લાખના જાળવણી ખર્ચ સામે માત્ર ૩૭ લાખની આવક થઇ રહી છે. 
 
હવે કોર્પોરેશને સ્વિમિંગ પુલના સંચાલનને લઈને એક બીજો મહત્વનો ફેરફાર પણ કર્યો છે. હવેથી નવા બનતા સ્વિમિંગ પુલનું સંચાલન કોન્ટ્રાક્ટરોને સોંપવામાં આવશે. હાલમાં થલતેજ અને વસ્ત્રાલ ના સ્વિમિંગ પુલ માટે કોર્પોરેશન દ્વારા ટેન્ડરીંગ કરવામાં આવ્યું જેમાં વસ્ત્રાલ અને થલતેજના નવા સ્વિમિંગ પુલો માટે મિનિમમ 18 લાખથી ટેન્ડર શરૂ કરવામાં આવશે. નવા બનાવવામાં આવેલા તમામ સ્વિમિંગ પુલમાં કોર્પોરેશનના જ ધારાધોરણ અને ફી રહેશે. જેમાં મહિને શિખાઉ સભ્ય માટે 800 રૂપિયા અને સીમર સભ્યો માટે 400 રૂપિયા ફી રહેશે. અને સ્પેશ્યલ સભ્યો માટે 1 હજાર રૂપિયા ફી રાખવામાં આવી છે. લાઈટ બિલનો ખર્ચ કોન્ટ્રાક્ટરે ભોગવવાનો રહેશે આમ હવે સ્વિમિંગ પુલનું સંચાલન કોન્ટ્રાક્ટરોને સોંપી તેઓને કમાણી કરાવી આપવામાં આવશે. 
Whatsapp share
facebook twitter