Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

વડોદરા શહેરને મળશે મહિલા શહેર પ્રમુખ?

05:08 PM Apr 18, 2023 | Vipul Pandya

કોંગ્રેસ પ્રભારી જ્યારે ગુજરાતની મુલાકાતે છે ત્યારે આ પરિસ્થિતિમાં વડોદરા શહેર કોંગ્રેસના પ્રમુખની નિમણૂંકનો મુદ્દો દિલ્હી પહોંચ્યો છે. વડોદરામાં બે મહિલાઓ વચ્ચે ખેંચતાણ થતાં રાષ્ટ્રીય મહિલા પ્રમુખ સુધી વાત પહોંચી છે. પ્રદેશ કોંગ્રેસના એક નેતાનું જૂથ મહિલાને શહેર પ્રમુખ બનાવવા માંગે છે. મહિલાને પ્રમુખ બનાવવા માટે મહિલા વિપક્ષી નેતાનું રાજીનામું લેવાનો ગર્ભિત ભય સતાવી રહ્યો છે. વડોદરા મ્યુનસિપલ કોર્પોરેશનના વિપક્ષી નેતા અમીબેન રાવત છે. અમીબેનનું રાજીનામું ન લેવાય તે માટે તેમના જૂથે મહિલા પ્રમુખને ભલામણ કરી છે. નવા અને યુવા ચહેરાને વડોદરા શહેર પ્રમુખ બનાવવાની એક જૂથની માંગણી છે.  કોંગ્રેસના એક નેતાનું જૂથ ડો.સુજાતા મોદીને વડોદરા શહેર કોંગ્રેસ પ્રમુખ બનાવવા માંગે છે. ડૉ.સુજાતા મોદી પ્રમુખ બને તો અમી રાવતનું નેતા વિપક્ષ પદ પરથી રાજીનામું લેવાઈ શકે છે. કોંગ્રેસનું એક જૂથ અમી રાવતના સ્થાને ચન્દ્રકાંત શ્રીવાસ્તવ નેતા વિપક્ષ બને તે માટે લોબિંગ કરી રહ્યું છે .હાલ ડૉ.સુજાતા મોદી અને ચંદ્રકાન્ત શ્રીવાસ્તવ માટે ગુજરાત કોંગ્રેસના સિનિયર નેતાનું જોરદાર લોબિંગ ચાલું છે.