Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

ચૂંટણીપૂર્વે જ નારાજગી અને રાજીનામાં દોર શરૂ

07:41 PM Apr 22, 2023 | Vipul Pandya

ગુજરાત કોંગ્રેસમાં એક સાંધે ને 13 તૂટે તેવી સ્થિતિ છે. પ્રમુખ પદનો
કાંટાળો તાજ પહેર્યા બાદ જગદીશ ઠાકો
રે સંગઠનની અટકી પડેલી નિમણુંકો એક બાદ એક જાહેર કરવાની શરૂ કરી પરંતુ
હંમેશની જેમ આ વખતે પણ અનેકની નારાજગી સામે આવી. અમદાવાદના કાઉન્સિલરો બાદ પ્રવક્તા
જયરાજસિંહ મનહર પટેલની નારાજગી તો પ્રવક્તા ભરત દેસાઈનું રાજીનામું તો બીજી બાજુ
પ્રભારી રઘુ શર્માની તમામ નેતાઓને ચીમકી.

 

કોંગ્રેસ પ્રવક્તા મનહર પહેલ અને
જયરાજસિંહે સોશિયલ મીડિયાના માધ્યમથી પક્ષ સામે સવાલો ઉઠવ્યા હતા. જયરાજસિંહે
આક્ષેપ કર્યા કે કોંગ્રેસ પક્ષ હંમેશા સંસદસભ્યો અને ધારાસભ્યો કેન્દ્રિત પક્ષ
રહ્યો છે. સંગઠનના લોકોને ક્યાંય સ્થાન મળતું નથી. તો બીજી બાજુ મનહર પટેલે રોષ
ઠાલવતા કહ્યું કે જે લોકો પક્ષ વિરોધી કામ કરે છે તેમની સામે પગલાં શા માટે લેવાતા
નથી તેના ઉદાહરણ તરીકે બોટાદ જિલ્લા પંચાયત ની ચૂંટણીમાં તમામ ફોર્મ રદ્દ થવાના
મામલે કોઇ કાર્યવાહી નહિ કરતા આક્ષેપ કર્યા હતા. તો બીજી બાજુ અમદાવાદ મહાનગર
પાલિકાના વિપક્ષ નેતા તરીકે શહેજાદ ખાન પઠાણની જાહેરાત થાય તે પૂર્વે જ
કાઉન્સિલરોએ રાજીવ ગાંધી ભવન ખાતે પહોંચી વિરોધ વ્યક્ત કર્યો હતો. તો રાજીનામાની
ચીમકી પણ ઉચ્ચરી હતી. તો સોશિયલ મીડિયાના માધ્યમથી પ્રવક્તા ભરત દેસાઈએ પણ
રાજીનામુ આપી કોંગ્રેસને અલવિદા કહ્યું હતું. ઉલ્લેખનીય છે કે ભરત દેસાઈ પ્રવક્તા
, મીડિયા ઈન્ચાર્જ, માલધારી સેલના પ્રમુખ પણ રહી ચૂક્યા છે
જેમણે પણ સોશિયલ મીડિયાના માધ્યમથી કોંગ્રેસને અલવિદા કીધું
 

પ્રવક્તાઓની નારાજગી વ્યક્ત કરવાની
રીતને સંગઠન પ્રભારી ડો રઘુ શર્મા એ સખત શબ્દોમાં વખોડી છે તેમજ પ્રવક્તાઓને શો
કોઝ નોટિસ પણ ફટકારવા આવશે તેમજ જો નોટિસનો સંતોષકારક ખુલાસો નહિ કરે તો પ્રમુખ
કાર્યાલયથી કડક કાર્યવાહી કરવામાં આવશે.
 

 



ગુજરાત કોંગ્રેસમાં છેલ્લા ઘણા સમયથી સંગઠનની
જાહેરાતો અટકી પડેલી છે જે પણ આવનારા સમયમાં જાહેર કરવામાં આવશે જાહેરાતો થતાની
સાથે જ કોંગ્રેસનો આંતરિક વિખવાદ વધુ એક વખત સામે આવે તો નવાઈ નથી.