Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

ગુજરાતનું આ ગામ સુવિધાની બાબતમાં શહેરોને પણ છોડી દે છે પાછળ

08:31 AM May 05, 2023 | Vipul Pandya

ગામડું એ ભારત દેશના પ્રાણ સમાન છે, જ્યાં ભારત દેશની વિવિધ સંસ્કૃતી, જીવનશૈલી, અને સમાજને જોડતા વિવિધ પાસાઓના દર્શન અને અનુભવ પ્રત્યક્ષ રીતે કરી શકીએ છે. આજના સમય જ્યારે પણ ગ્રામીણ જીવનની કે કોઇ પણ ગામડાની વાત કરીએ અથવા વિચારીએ તો સૌથી પહેલી છબી આપણા માનસમાં ઉભરી આવે તે એવા ગામની આવે જ્યાં પાયાની સુવિધાનો અભાવ હોય. પરંતુ ગુજરાતનો વિકાસ માત્ર શહેર સુધીના રહીં ગામડાઓ તરફ પણ વાટ ભરી રહ્યો છે.

જી હાં, આજે આપણે એક એવા ગામની વાત કરવા જઇ રહ્યાં છે જે તમને ગામડા માટેના તમારા વિચારને બદલી નાખશે. જ્યાં તમને મળશે શહેર જેવી સુવિધા અને ગામની સંસ્કૃતિ, સાદગીની મિઠાશ. ગુજરાત રાજ્યના સાબરકાંઠા જિલ્લાનું પુંસરી ગામ માત્ર ગુજરાત માટે નહીં પરંતુ સમગ્ર ભારત દેશ માટે આદર્શ ગામ છે જે શાસન વ્યવસ્થા અને વહીવટી તંત્ર માટે એક ઉદાહરણ છે. 

પુંસરી ગામના નાગરિકો માટે પાણીની સુવિધા, વીજળી, સ્વચ્છ રસ્તાઓ, સીસીટીવી કેમેરા, વાઇ-ફાઇની સુવિધા, જેવી અનેક સુવિધા ગ્રામ પંચાયત દ્વારા ઊભી કરવામાં આવી છે. અને બધી સુવિધાની જાળવણીની જવાબદારી ગ્રામ પંચાયત દ્વારા ખૂબજ સચોટ રીતે કરવામાં આવે છે. ગામમાં બે શાળા, આરોગ્ય કેન્દ્ર અને કૌશલ્ય વર્ધન કેન્દ્ર જેવા કેન્દ્રો દ્વારા ગામના લોકોના જીવનને સરળ અને લોકોના જીવન ધોરણને વધું સારુ કરવાના પ્રયત્ન ગ્રામ પંચાયત દ્વારા કરવામાં આવી રહ્યો છે. 
ગામમાં છે હાઇટેક સુવિધાઓ
સમગ્ર ગામમાં જરૂરી સ્થાનો પંચાયત દ્વારા સીસીટીવી લગાવવામાં આવ્યાં છે અને લોકોને દુનિયાથી જોડવા ગામમાં નિઃશુલ્ક વાઇ-ફાઇની સુવિધા પણ છે. ગામની શાળામાં પણ વાઇ-ફાઇની સુવિધા છે જે સંચાલન વધુ સરળ અને ઝડપી કરવા માટે ઉપયોગી છે. શિક્ષણ અને સંચાલનના સ્તરને જાળવી રાખવા અને તેના પર નજર રાખવા શાળાના વર્ગોમાં પણ સીસીટીવી કૅમેરા લગાવવામાં આવ્યાં છે. શાળામાં બાળકો માટે મધ્યાહન ભોજન અને કોમ્પ્યુટર કલાસની પણ સુવિધા આપવામાં આવે છે. આ બધી સુવિધા અને શિક્ષણના ઊંચા સ્તરને કારણે શાળા છોડનારા બાળકોની સંખ્યા નહીંવત થઇ ગઇ છે. સાથે-સાથે ગામમાં નાગરિકો માટે બસની સુવિધા પણ છે જે લોકોને ગામમાં અથવા આજુ-બાજુના વિસ્તારમાં જવાની સુવિધા પુરી પાડે છે. ગામના નાગરિકોને જોડવા અને અગત્યની માહિતીને લોકો સુધી પહોંચાડવા ગામમાં આશરે 140 જેટલાં લાઉડ-સ્પીકર પણ લગાવવામાં આવ્યા છે.
ગામને મળ્યાં છે ઘણા ઍવોર્ડ આ ગામને આદર્શ ગામ માટેના ઘણાં પુરસ્કાર મળી ચુક્ચા છે. અને આ ગામના મૉડલને સમજવા અને જાણવા માટે સેંકડો દેશ અને રાજ્યના અધિકારીઓ ગામની મુલાકાત લઇ ચુક્યાં છે.