Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

GMDC પણ જલ્દીથી EV ક્ષેત્રે ઝંપલાવશે

05:29 AM Apr 29, 2023 | Vipul Pandya

ગુજરાત મીનરલ ડેવલપમેન્ટ કોર્પોરેશન
એટલે કે
GMDC હવે ઇલેક્ટ્રિક વ્હીકલ ક્ષેત્રે પણ પ્રવેશ કરશે, મતલબ કે ઇલેક્ટ્રિકલ વ્હીકલમાં જે મિનરલનો ઉપયોગ થાય છે તે રેયર
નામનું મિનરલ ગુજરાતમાં મળ્યું છે અને તેને ડેવલપ કરી અને
EV ક્ષેત્રે
નોંધપાત્ર યોગદાન પણ આપવા
GMDC જઈ રહ્યું છે.

 

આ અંગે વધુ વિગતો આપતા GMDCના MD રૂપવંત સિંહે
જણાવ્યું હતું કે  “રેયર નામનો પદાર્થ
ઇલેક્ટ્રિક વ્હીકલમાં વપરાય છે અને
GMDC તેને ડેવલપ કરશે. ગુજરાતમાં રેયર
પદાર્થ મળી આવ્યો છે અને તેનું ઇલેક્ટ્રિક વ્હીકલમાં મહત્વનું યોગદાન રહેવાનું છે
,
આથી GMDC રેયર અર્થ પ્રોજેક્ટ લોન્ચ કરશે.
પ્રોજેક્ટ પાછળ કંપની અંદાજે 500 કરોડનું રોકાણ આગામી દોઢ વર્ષમાં કરશે અને તેમાં
250 કરોડ
GMDC અને 250 કરોડ ગુજરાત સરકાર રોકાણ કરશે.”

 

આ ઉપરાંત રૂપવંત સિંહે જણાવ્યું હતું
કે “આગામી વર્ષમાં
GMDC લિગ્નાઇટનું 10 મિલિયન ટન ઉત્પાદન કરવાનો લક્ષ્યાંક રાખે છે,
અને હાલ રૂપિયા 2000 પ્રતિ ટન લિગ્નાઈટની કિંમત
છે. હાલ કંપની પાસે 1200 કરોડ કેશ પણ છે જે ખૂબ સારી બાબત છે.”

 

ગુજરાતમાં વાર્ષિક લિગ્નાઈટની જે ખપત
છે તેના 33% ની પૂર્તિ
GMDC દ્વારા કરવામાં આવે છે. આગામી દોઢ વર્ષમાં છ નવા લિગ્નાઈટ પ્રોજેક્ટ પણ ખોલવામાં આવશે જેના પ્રત્યેક પ્રોજેક્ટ પાછળ 200થી અઢીસો કરોડ
જેવો ખર્ચ પણ થશે અને આ રીતે લિગ્નાઇટનું ઉત્પાદન પણ મોટા પ્રમાણમાં થશે. દોઢ વર્ષ
બાદ નવા લિગ્નાઇટ પ્રોજેક્ટ ખુલતા જોવા મળશે.