+

સાબરમતી નદી આત્મહત્યા માટે હોટસ્પોટ, કરોડોના ખર્ચે પોલીસ કચેરી બનાવાની વાતો પોકળ

અમદાવાદની સાબરમતી નદી આત્મહત્યા માટે હોટસ્પોટ બની ગયો હોય તેમ લાગી રહ્યું છે. એક વર્ષ પહેલા આઈશા આત્મહત્યા કેસ બાદ શહેર પોલીસ અને મનપા તંત્ર દ્વારા રિવરફ્રન્ટ પાસે પોલીસ ચોકી અને સતત પેટ્રોલિંગ કરતી સ્પીડ બોટ દોડાવાનો દાવો પણ કરવામાં આવ્યો હતો. જો કે હજુ સુધી આ અંગે કોઇ નિર્ણય નથી લેવાયો. સ્પીડ બોટ અને પોલીસ ચોકી બનાવાનો દાવો કરાયો હતો. પરંતુ તે વાતને વર્ષ થઇ ગયું પરંતુ હજુ સુધી àª
અમદાવાદની સાબરમતી નદી આત્મહત્યા માટે હોટસ્પોટ બની ગયો હોય તેમ લાગી રહ્યું છે. એક વર્ષ પહેલા આઈશા આત્મહત્યા કેસ બાદ શહેર પોલીસ અને મનપા તંત્ર દ્વારા રિવરફ્રન્ટ પાસે પોલીસ ચોકી અને સતત પેટ્રોલિંગ કરતી સ્પીડ બોટ દોડાવાનો દાવો પણ કરવામાં આવ્યો હતો. જો કે હજુ સુધી આ અંગે કોઇ નિર્ણય નથી લેવાયો. સ્પીડ બોટ અને પોલીસ ચોકી બનાવાનો દાવો કરાયો હતો. પરંતુ તે વાતને વર્ષ થઇ ગયું પરંતુ હજુ સુધી કોઇ કામગીરી નથી કરવામાં આવી. ત્યારે હાલમાં જ એક મામલો સામે આવ્યો હતો જેમાં એક યુવક ખરાબ આર્થિક સ્થિતિના કારણે આત્મહત્યા કરવા સાબરમતી નદી પહોંચ્યો હતો. જો કે લોકોએ યુવકને બચાવી લીધો હતો. ત્યારે સવાલ અહિંયા એ છે કે, કરોડો રૂપિયાના ખર્ચે પોલીસ ચોકી બનાવાની વાત કરવામાં આવી હતી. અને સ્પીડ બોટ દોડાવાની વાત કરવામાં આવી હતી. તો હજુ સુધી કેમ કોઇ કામગીરી નથી કરવામાં આવી. અને રિવરફ્રન્ટ જે અમદાવાદ અને રાજ્યની સુંદરતા વધારે છે તે કેમ હવે આત્મહત્યા માટે હોટસ્પોટ બનતો જઇ રહ્યો છે.
Whatsapp share
facebook twitter