+

નરોડામાં વોન્ટેડ આરોપીને પકડવા ગયેલી પોલીસ પર બુટલેગરનો ઘાતકી હુમલો!

અમદાવાદના નરોડા વિસ્તારમાં છેલ્લા કેટલાક સમયથી નરોડા પોલીસ દ્વારા સમગ્ર વિસ્તારમાં કડક કાર્યવાહી ચાલી રહી છે. જેના કારણે વિસ્તારના દારૂ-જુગારના બુટલેગરો પોલીસની આ ઝુંબેશથી ત્રાહિમામ પોકારી રહ્યા છે. વિસ્તારમાં દારૂ લાવવાના નવા નવા કિમિયા માથાભારે બુટલેગરો અપનાવી રહ્યા છે. 6 મહિના જૂના પ્રોહિબિશનના કેસમાં નાસતો ફરતો બુટલેગર કાલીની બાતમી મળતા નરોડા પોલીસ નરોડાના મુઠીયા ગાàª
અમદાવાદના નરોડા વિસ્તારમાં છેલ્લા કેટલાક સમયથી નરોડા પોલીસ દ્વારા સમગ્ર વિસ્તારમાં કડક કાર્યવાહી ચાલી રહી છે. જેના કારણે વિસ્તારના દારૂ-જુગારના બુટલેગરો પોલીસની આ ઝુંબેશથી ત્રાહિમામ પોકારી રહ્યા છે. વિસ્તારમાં દારૂ લાવવાના નવા નવા કિમિયા માથાભારે બુટલેગરો અપનાવી રહ્યા છે. 6 મહિના જૂના પ્રોહિબિશનના કેસમાં નાસતો ફરતો બુટલેગર કાલીની બાતમી મળતા નરોડા પોલીસ નરોડાના મુઠીયા ગામ ખાતે તેના ઘરે પહોચી ગઈ. કાલીના સાગરિતોએ ફિલ્મી સ્ટાઇલમાં પોલીસ કર્મીઓ પર તિક્ષ્ણ હથિયારથી હુમલો કર્યાના સમાચાર સામે આવ્યા છે. જો કે  પોલીસે તેની હજુ સુધી પુષ્ટિ કરી નથી.. આ હુમલામાં નરોડા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા ડી- સ્ટાફના પોલીસ કર્મચારી સુરેશભાઈના માથા પર વાગતા માથા ઉપર 6 ટાંકા આવ્યા છે. તેમજ બુટલેગર કાલી જે આજ સુધી ચોરી છુપે ઇંગ્લિશ દારૂ લાવીને વેચતો હતો તે ત્યાંથી ભાગી છૂટયો છે. આ ઘટનાથી સમગ્ર વિસ્તારમાં ડરનો માહોલ સર્જાયો છે. તો પોલીસે પણ અંદરખાને કાલીને પકડવાના માટે ચક્રો ગતિમાન કર્યા છે. જો કે હજી સુધી આ સમગ્ર ઘટના પોલીસ ચોપડે નોંધાઈ નથી.
એક બુટલેગર ફિલ્મી સ્ટાઈલમાં ખુલ્લેઆમ પોલીસ ઉપર હુમલો કરી નાસી છૂટયો છે, ત્યારે પોલીસ બેડામાં આ ઘટના હાલ ટોક ઓફ ધ ટાઉન બની ગઈ છે..
કોણ છે કાલી બુટલેગર..?
નરોડા મૂઠિયા ગામમાં રહેતો કાલી કે છેલ્લા 6 વર્ષથી અંગ્રેજી દારૂનો ધંધો કરી રહ્યો છે તેમજ તે પોતાની ડેરીંગ ઉપર રાજસ્થાનથી દારૂ લાવીને અને મોટાપાયે વેચાણ કરે છે. કાલીને તેના આજુબાજુના વિસ્તારમાં રહેતા લોકો છોટા ડોન તરીકે પણ ઓળખે છે. તેમજ પોલીસ બેડામાં ચાલતી ચર્ચા મુજબ ભૂતકાળમાં કોઈપણ પોલીસકર્મીની હિંમત થઈ નથી  કે તેને પકડીને પોલીસ કસ્ટડીમાં મૂકી શકે . અગાઉ પણ તેના દ્વારા પોલીસ પર હુમલા થયા હોવાની વાતો સામે આવી છે.  પણ નરોડાના નવા પોલીસ ઇન્સપેક્ટરને તેની બાતમી મળતા કાલીને પકડી લાવવા ફરમાન કર્યું હતું. જેથી કાલીને  પોલીસ જ્યારે પકડવા ગઈ ત્યારે તેના સાગરિતો સાથે મળીને પોલીસ ઉપર તીક્ષ્ણ હથિયાર દ્વારા હુમલો કર્યો હતો.
Whatsapp share
facebook twitter