Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

અમૂલ દુધના ભાવમાં ભાવ વધારો ઝીંકાયો, 8 મહિનામાં બીજીવાર ભાવ વધારો ઝીંકાયો

10:43 PM Apr 25, 2023 | Vipul Pandya

અમૂલ દુધના ભાવમાં ભાવ વધારો ઝીંકાયો, 8 મહિનામાં બીજીવાર ભાવ વધારો ઝીંકાયો છે.  છેલ્લે કોરોના કાળમાં પણ પ્રજા પર મોંધવારીનો માર પડતો હોય તેમ દૂધના ભાવમાં  4 ટકા ભાવ વધારો ઝીંકાયો હતો. એક તરફ વાશ્વિક સ્તરે કોરોનાની અસરમાં સામાન્ય પ્રજા કમર તોડ મોંધવારીનો ભાર સહન કરી રહી છે. ત્યારે વેપાર-ધંધાની મંદી વચ્ચે પેટ્રોલ-ડિઝલનો તોંતિગ ભાવ વધારો સહન કરી રહેલી પ્રજાને હવે દૂધનો ભાવ વધારો સહન કરવાની નોબત  આવી છે. આ ભાવ વધારો તાત્તાકિક અસરથી આવતી કાલથી એટલે કે 1લી માર્ચથી અમલી બનશે.
8મહિનામાં બીજીવાર ભાવ વધ્યાં
આ પહેલાં 1લી જૂલાઇએ પણ દૂઘના ભાવમાં લિટર દીઠ 2 રુપિયાનો વધારો ઝીંકાયો હતો. અમૂલે દૂધના ભાવમાં લિટર દીઠ 2 રૂપિયાનો વધારો કરી દીધો છે. અમૂલે ગોલ્ડ, તાજા અને શક્તિ દૂધના લિટર દીઠ ભાવમા 2 રૂપિયાનો વધારો કર્યો છે. ગુજરાત મિલ્ક માર્કેટિંગ ફેડરેશન દ્વારા લાગુ કરાયેલો ભાવ વધારો આવતીકાલથી લાગુ થશે. ઇંધણ અને ઇનપુટ કોસ્ટમાં થયેલા વધારો આ ભાવ વાધારા પાછળ કારણભૂત માનવામાં આવે છે.
લિટર દીઠ 2 રુપિયાનો વધારો
અમૂલ દૂધના સમગ્ર ભારતામાં આ ભાવમાં વધારો કાલથી અમલી બનશે.નવા ભાવ મુજબ ગોલ્ડ દૂધ હવે 58 રુપિયા લિટરે મળશે, અમૂલ તાજા 46 તો શક્તિ 52 રુપિયા પ્રતિ લિટરે વેચાશે