Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

ફરજ બજાવતા આ મહિલા પત્રકાર રડી પડી, લાઇવ રિપોર્ટિંગમાં પોતાનું જ ઘર તૂટતું જોયું

04:45 PM Apr 28, 2023 | Vipul Pandya

યુક્રેન રશિયા વચ્ચે થયેલી યુદ્ધની વિષમ પરિસ્થતિમાં લોકોની વેદના અસહ્ય છે. પથ્થર હ્રદયને પણ હચમાવી નાંખે તેવા દર્શ્યો જોવાં મળી રહ્યાં છે. આવી જ કરુણતા આ મહિલા પત્રકાર સાથે થઇ છે. પોતે ફરજ પર રિપોર્ટિંગ કરતી હતી ત્યારે એક દ્રશ્ય જોઇને તે રડી પડી હતી. યુક્રેનની આ મહિલા પત્રકારનું નામ ઓલ્ગા માલશેવસ્કા  (Olga Malchevska )છે. જે બી.બી.સી ન્યુઝ માટે કામ કરે છે. ગઇ કાલે એક લાઇવ કવરેજ કરતી વખતે તે ચોધાર  આસુંએ રડી પડી. આ મહિલા પત્રકાર યુક્રેનની નાગરિક છે. અને બી.બી.સી માટે કામ કરે છે.શુક્રવારે એક ટી.વી રિપોર્ટિંગ સમયે તેની આંખો છલકાઇ ગઇ. કારણેકે તેણે રાજધાની કિવમાં પોતાના જ ઘરને તૂટતું જોયું. 

મહિલા પત્રકારનું ઘર આંખ સામે જ ખંડેર
નોંધનીય છે કે રશિયા-યુક્રેન યુદ્ધની વચ્ચે રશિયન સેના સતત મિસાઈલ અને ટેન્કથી યુક્રેનમાં હુમલા કરી રહી છે. આ હુમલાઓમાં સામાન્ય નાગરિકો પણ ભોગ બની રહ્યાં છે.  આવી જ કરુણતા આ મહિલા રિપોર્ટર સાથે ઘટી છે.  ઓલ્ગા માલશેવસ્કા પોતાની ફરજના ભાગરુપ આ જે યુદ્ધને કવર કરી રહી હતી, જ્યારે તેણીએ પોતાનું ઘરને રશિયન મિશાઇલનું નિશાન બનતાં  જોયું ત્યારે તેઓ ચોંકી ગઇ. 

ઓલ્ગાનો પરિવાર હુમલા સમયે ઘરમાં ન હોવાથી બચી ગયો
આ રિપોર્ટિંગ દરમિયાન, ઓલ્ગા માલશેવસ્કા યુદ્ધની પરિસ્થિતિ પર લંડન સ્ટુડિયોમાં કલીગ સાથે લાઇવ ડિબેટમાં જોડાયેલી હતી તે સમયે ટી.વી સ્ક્રીન પર એક ફૂટેજ બતાવવામાં આવ્યું, જેમાં ઓલ્ગા માલશેવસ્કાએ તેની આંખો સામેજ એક ખંડેર ઘર તરફ જોયું.  તેણે કહ્યું કે – “મને વિશ્વાસ નથી થતો કે આ એ જ જગ્યા છે જ્યાં હું રહેતી હતી.” સદનસીબે તેની માતાએ મેસેજ આ વિકટ સમયે  તેને પોતાની તેની માતાનો સંદેશ મળ્યો, જેણે કહ્યું કે કે તે સેફ છે અને અન્ય બિલ્ડિંગના ભોંયરામાં આશ્રય લઈ રહી છે. સદનસીબે ઓલ્ગાનો પરિવાર હુમલા સમયે ઘરમાં ન હોવાથી બચી ગયો.