Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

મોદી એક વૈશ્વિક નેતા છે, જો ઇચ્છે તો આ યુદ્ધ રોકી શકે- યુક્રેને ભારત પાસે મદદ માંગી

02:33 PM Apr 26, 2023 | Vipul Pandya

 યુક્રેન રશિયા વચ્ચે વધતાં વિવાદ પર હવે  આ ગંભીર પરિસ્થિતિમા યુક્રેન રાજદૂતે ભારતના વડાપ્રધાન મોદી પાસે મદદ માંગી છે. યુક્રેને કહ્યું  કે, મોદી એક વૈશ્વિક નેતા છે અને જો ઇચ્છે તો આ યુદ્ધ રોકી શકે. અત્યારસુધી ભારતે આ મુદ્દે  તટસ્થ વલણ અપનાવ્યું છે.ભારતે યુક્રેનમાં ફસાયેલા નાગરિકો માટે એડવાઇઝરી જાહેર કરી છે. 
પ્રધાન મંત્રી મોદી પાસે મદદ માંગી છે. 
અત્યાર સુધી ભારત તટસ્થ રહ્યું છે
રશિયાના હુમલા વચ્ચે યુક્રેને ભારત પાસે મદદ માંગી છે. યુક્રેનના રાજદૂતે પીએમ નરેન્દ્ર મોદીને હસ્તક્ષેપ કરવા વિનંતી કરી છે. યુક્રેનના રાજદૂત ઇગોરે  કહ્યું કે ભારત અને રશિયા વચ્ચેના સંબંધો સારા છે.  યુક્રેન – રશિયા વિવાદને નિયંત્રિત કરવામાં ભારત મહત્વપૂર્ણ યોગદાન આપી શકે છે. તેમણે હુમલા મુદ્દે આવી રહેલા રશિયાના નિવેદનોની પણ નિંદા કરી હતી. પોલિખાએ કહ્યું કે રશિયા દાવો કરી રહ્યું છે કે માત્ર સૈન્ય લક્ષ્યો પર જ હુમલો કરવામાં આવી રહ્યો છે, પરંતુ હુમલામાં અનેક નિર્દેષો લોકો માર્યા ગયાં છે. રાજદૂત ઇગોર પોલિખાએ કહ્યું કે અમે ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીને રશિયાના રાષ્ટ્રપતિ પુતિન અને અમારા રાષ્ટ્રપતિ વોલોડીમિર ઝેલેન્સકીનો તાત્કાલિક સંપર્ક કરવા વિનંતી કરીએ છીએ. યુક્રેન-રશિયા વિવાદ પર ભારતના વલણ વિશે વાત કરીએ તો, તે અત્યાર સુધી ભારત તટસ્થ રહ્યું છે. મતલબ કે ભારત હજુ સુધી યુદ્ધમાં કોઈનો પક્ષ લીધો નથી. ભારતે યુક્રેનમાં ફસાયેલા 20હજારથી વધુ ભારતીય નાગરિકોને  સુરક્ષિત બહાર લાવવા એડવાઇઝરી જાહેર કરી છે. 
પુતિને નામ લીધા વગર અમેરિકા અને નાટોને પણ ધમકી આપી
આ પહેલાં ગઇ કાલે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને અંતે યુક્રેન સામે યુદ્ધની જાહેરાત કરી જ દીધી છે. પુતિને ગુરુવારે  કહ્યું હતું કે અમે યુક્રેનમાં સ્પેશિયલ મિલિટરી ઓપરેશન શરૂ કરી રહ્યા છે, જેનો હેતુ ડેમિલિટરાઈઝેશનનો છે. અમારો હેતુ આખા યુક્રેન પર કબજો કરવાનો નથી. પુતિને નામ લીધા વગર અમેરિકા અને નાટોને પણ ધમકી આપી છે. તેમણે કહ્યું છે કે અમારા ઓપરેશનમાં દખલીગીરી કરનારને ખરાબ પરિણામ ભોગવવાં પડશે. સાથે જ પુતિને તીખા તેવરમાં  અમેરિકા કે નાટોનું નામ લીઘા વગર કહ્યું કે જો કોઈએ યુક્રેન અને રશિયા વચ્ચે દખલગીરી કરવાનો પ્રયત્ન કર્યો અથવા અમારા લોકો કે અમારા દેશને ડરાવવાનો પ્રયત્ન કર્યો તો તે લોકોએ ખરાબ પરિણામ ભોગવવાં માટે તૈયાર રહેવું પડશે. અમે દરેક સંજોગો માટે તૈયાર છીએ. સાથે જ યુક્રેનની સેનાને ધમકી આપી હતી કે, તેઓ હથિયાર નાખી દે. પૂર્વ યુક્રેનમાં 2014માં બનેલા ભાગલાવાદી વિસ્તારોથી અમારી મદદ માંગી હતી અને તેમના કહેવાથી જ અમે આ પગલું લીધું છે.યુક્રેનની સેનાએ રશિયાને ડરાવ્યું છે અને આ બધું નાઝી લોકોના કહેવાથી થઈ રહ્યું છે. સાથે જ પુતિને તીખા તેવરમાં  અમેરિકા કે નાટોનું નામ લીઘા વગર કહ્યું કે જો કોઈએ યુક્રેન અને રશિયા વચ્ચે દખલગીરી કરવાનો પ્રયત્ન કર્યો અથવા અમારા લોકો કે અમારા દેશને ડરાવવાનો પ્રયત્ન કર્યો તો તે લોકોએ ખરાબ પરિણામ ભોગવવાં માટે તૈયાર રહેવું પડશે. અમે દરેક સંજોગો માટે તૈયાર છીએ.

અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડને કહ્યું હતું કે, પુતિનના નિર્ણયનું ખૂબ ખરાબ પરિણામ આવશે
પુતિનની જાહેરાતના તરત પછી અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડને પણ આનો જવાબ આપતા બાઈડને કહ્યું હતું કે, પુતિનના નિર્ણયનું ખૂબ ખરાબ પરિણામ આવશે.માનવતાને લઈ ખરાબ પરિણામ ભોગવવાં પડશે, લોકોના જીવન બરબાદ થઈ જશે. આ હુમલાથી જે પણ બરબાદી થશે અને જેટલા લોકોના જીવ જશે તેનું જવાબદાર માત્ર રશિયા હશે. અમેરિકા અને તેના સહયોગી અત્યારે એક છે. પુતિનના આ નિર્ણયનો કડક જવાબ આપવામાં આવશે. દુનિયા રશિયાને જવાબદાર ઠેરવશે.
 
રશિયાએ યુક્રેનના બે ગામો પર કબજો કરી લીધો
તાજા મિડીયા રિપોર્ટ અનુસાર રશિયાએ યુક્રેનના બે ગામો પર કબ્જો જમાવી લીધો છે. રાષ્ટ્રપતિ પુતિને લશ્કરી કાર્યવાહીના આદેશ આપ્યા બાદ રશિયા વધુ આક્રમક બની રહ્યું છે. મળતી માહિતી મુજબ રશિયાએ યુક્રેનના બે ગામો પર કબજો કરી લીધો છે. સાથેજ મિસાઇલ હુમલામાં 40 લોકોએ જીવ ગુમાવ્યા છે.