+

ગુજરાત બોર્ડની ધોરણ 10 અને 12 પરીક્ષાનો કાર્યક્રમ જાહેર,28 માર્ચથી 12 એપ્રિલ સુધી બોર્ડની પરીક્ષા

ગુજરાત બોર્ડની પરીક્ષાનું ટાઇમટેબલ જાહેર કરાયું છે. બોર્ડ દ્વારા આજે પરીક્ષા કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે. 10 બોર્ડની  એક્ઝામનું ટાઇમ ટેબલ ગુજરાત બોર્ડની ધોરણ 10 અને 12 પરીક્ષાનો કાર્યક્રમ જાહેર થઈ ગયો છે, જે મુજબ આ વર્ષે 28 માર્ચથી 12 એપ્રિલ સુધી બોર્ડની પરીક્ષા યોજાશે. આ વર્ષે ધોરણ-10માં પ્રથમ વખત ગણિતની 2 પરીક્ષા અલગ અલગ દિવસે લેવાશે, જેમાં 30 માર્ચે બેઝિક ગણિત અને 31 માર્ચે સ્ટાન્ડ
ગુજરાત બોર્ડની પરીક્ષાનું ટાઇમટેબલ જાહેર કરાયું છે. બોર્ડ દ્વારા આજે પરીક્ષા કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે. 
10 બોર્ડની  એક્ઝામનું ટાઇમ ટેબલ ગુજરાત બોર્ડની ધોરણ 10 અને 12 પરીક્ષાનો કાર્યક્રમ જાહેર થઈ ગયો છે, જે મુજબ આ વર્ષે 28 માર્ચથી 12 એપ્રિલ સુધી બોર્ડની પરીક્ષા યોજાશે. આ વર્ષે ધોરણ-10માં પ્રથમ વખત ગણિતની 2 પરીક્ષા અલગ અલગ દિવસે લેવાશે, જેમાં 30 માર્ચે બેઝિક ગણિત અને 31 માર્ચે સ્ટાન્ડર્ડ ગણિતની પરીક્ષા લેવાશે. કોરોનાની પરિસ્થિતિને કારણે ગત વર્ષે બોર્ડમાં માસ પ્રમોશન અપાયું હતું, જેથી પરીક્ષા યોજાઈ નહોતી, એવામાં બે વર્ષ બાદ આ વખતે બોર્ડની પરીક્ષા યોજાઈ રહી છે. 
ધોરણ 12 સાયન્સની 2માર્ચે પ્રેક્ટિકલ પરીક્ષા
આ વખતે 14 લાખથી વધુ વિદ્યાર્થીઓ ધો.10 અને 12ની બોર્ડની પરીક્ષા આપશે.રાજ્યભરમાં  દોઢ લાખ જેટલા વિધાર્થીઓ ધોરણ 12 સાયન્સની પરીક્ષા આપવાના છે.ત્યારે આ વિધાર્થીઓની આગામી 2 માર્ચે પ્રેક્ટિકલ પરીક્ષા પણ યોજાશે.  વિધાર્થીઓ કેવી રીતે પ્રેક્ટિકલ પરીક્ષા માટે હોલ ટિકિટ મેળવવી તેની પણ વિગતો બોર્ડની વેબસાઈટ પર જાહેર કરાઇ છે.રાજ્યમાં ધોરણ 10 અને ધોરણ 12ની બોર્ડની પરીક્ષા યોજાય તે પહેલાં ધોરણ 12 સાયન્સની પ્રેક્ટિકલ પરીક્ષા લેવામાં આવે છે.

ધોરણ 10ના 9.70 અને ધોરણ 12ના 4 લાખથી વધુ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે
ધોરણ 10માં અદાજિત 9.70 લાખની આસપાસ વિદ્યાર્થીઓએ પરીક્ષા માટે ફોર્મ ભર્યાં છે, જ્યારે ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં કુલ 4 લાખ 22 હજાર કરતાં વધુ વિદ્યાર્થીઓએ ફોર્મ ભર્યાં હોવાનું સામે આવ્યું છે, જ્યારે ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં 1 લાખ જેટલાં ફોર્મ ભરાયાં છે. 
સરકાર દ્વારા કરવામાં  આવેલા નિર્ણય મુજબ જૂલાઇયયયયયયયથી શાળાઓમાં પ્રત્યક્ષ શૈક્ષણિક કાર્ય શરૂ કરવામાં આવેલું હતું, જેથી અભ્યાસક્રમ સમયસર પૂરો કરી શકાય તેમજ વિદ્યાર્થીઓને ધોરણ-10 અને 12ની બોર્ડની પરીક્ષાની તૈયારી કરવા માટે વધારે સમય મળી શકે. સાથે જ ધોરણ-10 અને 12ની બોર્ડની પરીક્ષાની તારીખોમાં ફેરફાર કરીને આ પરીક્ષાઓ બે અઠવાડિયાં જેટલી પાછળ લઇ જવાનો નિર્ણય કરાયો હતો.
Whatsapp share
facebook twitter