Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

મંગળવારથી શુક્રવાર સુધી 499 રૂપિયામાં લઇ શકશો તમામ આકર્ષણનો લાભ

09:21 PM Apr 25, 2023 | Vipul Pandya

છેલ્લાં એક વર્ષમાં કોરોના મહામારીમાં લોકો નજીકના સ્થળે  ફરવા જવાનું વધુ પસંદ કરી રહ્યાં છે. ત્યારે બાળકો માટે જ્ઞાન સાથે ગમ્મતનું હોટ ફેવરિટ સ્થળ સાયન્સ સિટી બન્યું છે. છેલ્લાં એક વર્ષમાં અમદવાદ સાયન્યસિટીમાં મુલાકાતીઓના ઘસારાને જોતાં વધુ બાળકો સાયન્સસિટીની મુલાકાત લે તે માટે તંત્ર દ્વારા અમદાવાદ સાયન્સ સિટીની ટિકિટના દરોમાં ઘટાડો કરવામાં આવ્યો છે. હવે 499 રૂપિયામાં રોબોટિક-એક્વિટીક ગેલેરી, થ્રીલ રાઇડ સહિતના આકર્ષણો નિહાળી શકાશે. છેલ્લાં 6 મહિનામાં 5 લાખ લોકોએ સાયન્સ સિટીની મુલાકાત લીધી છે, ત્યારે અત્યાર સુધી સાયન્સ સિટીમાં રોબોટિક ગેલેરી, એક્વિટીક ગેલેરી ઉપરાંત ફાઇવ ડી થિયેટર સહિતના આકર્ષણ નિહાળવા માટે મુલાકાતીઓએ વ્યક્તિ દિઠ 900 રૂપિયાનો ખર્ચ કરવો પડતો હતો. 
મંગળવારથી શુકવાર સુધી 499 રૂપિયામાં મુલાકાતીઓને મળશે કોમ્બો ઓફરનો લાભ 
સાયન્સ સીટીમાં વધુને વધુ લોકો આવે અને વિજ્ઞાનને લગતાં આકષર્ણને નિહાળે તેવા હેતુસર મેનેજમેન્ટ દ્વારા ટિકીટના દરમાં ઘટાડો કરાયો છે. જાહેર રજા એટલે કે શનિવાર, રવિવાર તથા જાહેર રજાના દિવસે ટિકીટનો દર 699 રૂપિયા રહેશે. જ્યારે મંગળવારથી શુકવાર સુધી 499 રૂપિયામાં રોબોટિક-એકેવાટિક ગેલેરી સહિતના આકર્ષણો જોઈ શકાશે.  અગાઉ એક આકર્ષણ જોવા માટે પ્રત્યેક મુલાકાતીને 250 રૂપિયાની ટિકિટ લેવી પડતી હતી. ટિકિટના દર વધુ હોવાને કારણે મુલાકાતીઓ અમુક આકર્ષણ જોવાનુ ટાળતા હતાં. આ કોમ્બો ઓફરને લીધે સાયન્સ સિટીમાં આવનારાં મુલાકાતીઓની સંખ્યામાં વધારો થશે. તાજેતરમાં અમદાવાદના સાયન્સ સિટી ખાતે ચાર દિવસ માટે વર્ચ્યુઅલી  29મી નેશનલ ચિલ્ડ્રન સાયન્સ કોંગ્રેસ કોન્ફરન્સ યોજાશે. આ વિડિયો કોન્ફરન્સમાં કુલ 658 બાળ વૈજ્ઞાનિકો પોતાના રિસર્ચ પણ રજૂ કરશે.