Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

GTUના પદવીદાન સમારોહમાં 144 વિદ્યાર્થીઓને ગોલ્ડ મેડલ, 59 હજાર વિદ્યાર્થીઓને ડિગ્રી એનાયત કરાઈ

01:01 PM May 11, 2023 | Vipul Pandya


ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટીનો 11મો પદવીદાન સમારોહ યોજાયો, જેમાં 59 હજાર વિદ્યાર્થીઓને ડિગ્રી એનાયત કરવામા આવી.


રાજ્યપાલે જણાવ્યુ કે આજે યુવાઓમાં વિદેશ જવાની ઘેલછા જાગી
છે ત્યારે યુવાઓએ વિદેશ જવા કરતા દેશમાં જ રહીને વિકાસમાં ફાળો આપવો જોઇએ
  

 



GTUના 144 વિદ્યાર્થીઓને ગોલ્ડ મેડલ એનાયત કરાયા. મુખ્યમહેમાન
તરીકે ઝાયડસના ચેરમેન પંકજ પટેલે ઓનલાઇન જોડાઇને વિદ્યાર્થીઓનો જોમ પુરૂ પાડ્યુ..
પંકજ પટેલે ચાર મુદ્દાઓ પર ભાર મુકતા કહ્યુ કે વિદ્યાર્થીઓએ હંમેશા નવી નવી ચીજ-વસ્તુઓ
શીખતા રહેવી જોઇએ. આસપાસની ઘટનાઓ પરથી શીખ મેળવવી જોઇએ અને સિમાડાઓ ઓળંગીને આગળ
વધવા અને સમાજમાં યોગ્ય યોગદાન આપવા અપીલ કરી.. તો બીજીતરફ રાજ્યપાલે જણાવ્યુ કે
ભારત એ વિશ્વ ગૂરૂ તરીકે જાણીતુ હતુ..
 

 



આજે વાલીઓ બાળકોને વિદેશ ભણવા માટે
મોકલીને ગૌરવ અનુભવે છે પરંતુ એક સમયે વિશ્વના લોકો ભણવા માટે આવતા હતા.. સફળતાની
સાથે માતા પિતાના સન્માન ભાવને પણ ઓછો ન થવા દેવો જોઈએ..