Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

GSHSEB : ધો. 9 અને 11 માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ આનંદો… હવે પાસ થવું વધુ સરળ થયું!

03:12 PM Sep 05, 2024 |
  1. ધો. 9 અને 11 માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે મહત્ત્વનાં સમાચાર
  2. GSHSEB દ્વારા પરીક્ષા પદ્ધતિમાં કરવામાં આવ્યો મોટો ફેરફાર
  3. હવે પરીક્ષામાં 30 % હેતુલક્ષી અને 70% વર્ણનાત્મક સવાલો પૂછાશે
  4. અગાઉ 20 % હેતુલક્ષી અને 80% વર્ણનાત્મક સવાલો પૂછાતા હતા

GSHSEB : ધોરણ 9 અને 11 માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે મહત્ત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા પરીક્ષા પદ્ધતિમાં એક મહત્ત્વનો બદલાવ કરાયો છે. હવે ધોરણ 9 અને 11 માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને પાસ થવું વધારે સરળ બનશે. અત્યાર સુધી ધોરણ 9 અને 11 માં 20 % હેતુલક્ષી અને 80% ટકા વર્ણનાત્મક પ્રકારનાં સવાલો પૂછવામાં આવતા હતા. જો કે, હવે નવી શિક્ષા નીતિ પ્રમાણે ક્ષમતા આધારિત એટલે વિદ્યાર્થીઓ સૂઝ-બૂઝ પ્રમાણે વિચારતા થાય અને સમજણ શક્તિ કેળવાય તે હેતુથી પરીક્ષામાં પદ્ધતિ કરવામાં આવી છે.

આ પણ વાંચો – Kutch : રૂંવાડા ઊભા કરે એવી ઘટના! ઘરે જતી માતા-પુત્રીને કેટલાક શખ્સોએ રસ્તામાં રોકી અને પછી..!

ધો. 9 અને 11 ની પરીક્ષા પદ્ધતિમાં ફેરફાર કરાયો

વિદ્યાર્થીઓને હવે ધોરણ 9 અને 11 ની પરીક્ષામાં 30 ટકા હેતુલક્ષી અને 70 ટકા વર્ણનાત્મક પ્રકારનાં સવાલો પૂછવામાં આવશે. અગાઉ બોર્ડ (GSHSEB) દ્વારા ધોરણ 10 અને 12 ની પરીક્ષા પદ્ધતિમાં બદલાવ કરી આ પેટર્ન લાગૂ કરી હતી. જે બાદ હવે ધોરણ 9 અને 11 માં આ પદ્ધતિ લાગૂ કરાય છે, જેથી હવે ધોરણ 9 થી 12 એમ સળંગ એક સરખી પરીક્ષા પદ્ધતિ લાગૂ પડશે. આગામી દિવસોમાં રાજ્યની શાળાઓમાં પહેલું સત્ર પૂર્ણ થયા બાદ શાળાકીય પરીક્ષાઓ લેવામાં આવશે, જે પહેલા શાળાઓને પરીક્ષા પદ્ધતિમાં કરાયેલ ફેરફાર અંગે જાણ કરવામાં આવી છે. બોર્ડ દ્વારા તમામ શાળાઓને નવા પરિરૂપ પ્રમાણે નમૂનારૂપ પ્રશ્નપત્રો પણ મોકલી આપવામાં આવ્યા છે.

આ પણ વાંચો – Jamnagar : પતિ રવિન્દ્ર જાડેજાને લઈ પત્ની રિવાબાએ કર્યો મોટો ખુલાસો! સોશિયલ મીડિયા પર કરી પોસ્ટ

વિદ્યાર્થીને પાસ થવા, વધુ માર્ક મેળવવામાં મદદ થશે

ધોરણ 9, 10 અને 11 માં 80 માર્કનું પેપર પૂછવામાં આવે છે, જે પૈકી 24 માર્ક હેતુલક્ષી પ્રકારનાં સવાલો હશે, જેમાં એમસીક્યૂં એક વાક્યમાં જવાબ ખાલી જગ્યા પૂરવી અથવા તો જોડકણાં જોડવા, જેવા સવાલોનો સમાવેશ થાય છે. આ પ્રકારનાં પ્રશ્નોથી વિદ્યાર્થીઓને પાસ થવું અથવા તો અલગ-અલગ વિષયમાં વધુ માર્ક મેળવવામાં મદદ મળી રહેશે. જાણકારો પણ આ નિર્ણયને આવકારી રહ્યા છે. બીજી તરફ 56 ગુણનાં પ્રશ્નો વર્ણનાત્મક પ્રકારનાં રહેશે. ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ અને કોમર્સમાં 100 માર્કનું પેપર પૂછવામાં આવે છે, જે પૈકી 30 ગુણ હેતુલક્ષી અને બાકીનાં 70 વર્ણનાત્મક પ્રકારનાં સવાલો હોય છે. અત્યાર સુધી ધોરણ 9 અને 11 માં 80 માર્કનાં પેપરમાં 16 માર્કનાં હેતુલક્ષી અને 64 માર્કનાં વર્ણનાત્મક સવાલો પૂછવામાં આવતા હતા, જેથી વિદ્યાર્થીઓએ પાસિંગ માર્ક મેળવવા ચિંતાનો વિષય રહેતો હતો. પરંતુ, હવે આ બદલાવથી રાજ્યભરમાં ધોરણ 9 અને 11 માં અભ્યાસ કરતાં કુલ 15 લાખથી વધારે વિદ્યાર્થીઓને સીધો ફાયદો થશે.

અહેવાલ : અર્પિત દરજી, અમદાવાદ

આ પણ વાંચો Rajkot : કૌભાંડીઓએ તો સ્મશાનને પણ બાકી ન રાખ્યું! અંતિમક્રિયા માટેનાં લાકડાઓમાં પણ કર્યું મસમોટું કૌભાંડ