Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

Government Job : વનરક્ષક વર્ગ-3 ની 823 જગ્યાઓ માટે શારિરીક પરીક્ષાની તારીખ, સમય, જગ્યા જાહેર

08:09 PM Sep 27, 2024 |
  1. વનરક્ષકની ભરતી માટે રાહ જોતા ઉમેદવારો માટે મહત્ત્વના સમાચાર
  2. વર્ગ-3 સંવર્ગની સીધી ભરતીની 823 જગ્યાઓ માટે શારિરીક ક્ષમતા કસોટીની થઈ જાહેરાત
  3. જે તે રિજયનમાં તારીખ, સમય અને સ્થળની વિગતો જાહેર કરવામાં આવી
  4. ઉમેદવારોએ http //forests.gujarat.gov.in અને https://ojas.gujarat.gov.in/ ની મુલાકાત લેવી

Government Job : વનરક્ષકની ભરતી (Forest Guard Recruitment) માટે રાહ જોતા ઉમેદવારો માટે મહત્ત્વનાં સમાચાર આવ્યા છે. ગાંધીનગર (Gandhinagar) ખાતે આવેલા અગ્ર મુખ્ય વન સંરક્ષક અને હેડ ઓફ ફોરેસ્ટ ફોર્સ દ્વારા એક જાહેર નોટિસ બહાર પાડવામાં આવી છે, જેમાં વનરક્ષક વર્ગ-3 ની સીધી ભરતીની 823 જગ્યાઓ માટે શારિરીક ક્ષમતા કસોટીની તારીખ, સમય અને જગ્યાની વિગત આપવામાં આવી છે.

આ પણ વાંચો – Junagadh માં મેઘ તાંડવ! ભારતી આશ્રમ, ભવનાથ તળેટીમાં પૂરની સ્થિતિ, વાહનો તણાયા, ઘરોમાં પાણી ઘૂસ્યા!

વનરક્ષક વર્ગ-3 ની 823 જગ્યાઓ માટે શારિરીક પરીક્ષાની વિગતો જાહેર

વનરક્ષકની ભરતી (Government Job) માટે રાહ જોતા ઉમેદવારો માટે એક ગાંધીનગરનાં અગ્ર મુખ્ય વન સંરક્ષક અને હેડ ઓફ ફોરેસ્ટ ફોર્સ દ્વારા એક નોટિસ જાહેર કરવામાં આવી છે, જેમાં વનરક્ષક વર્ગ-3 ની સીધી ભરતીની 823 જગ્યાઓ માટે શારિરીક ક્ષમતા કસોટીની તારીખ, સમય અને જગ્યાની વિગત આપવામાં આવી છે. જાહેર નોટિસ મુજબ, વનરક્ષક વર્ગ-3 સંવર્ગના ભરતી નિયમો / પરીક્ષા નિયમો મુજબ, ઉમેદવારો માટે શારિરીક ક્ષમતા કસોટી પાસ કરવી જરૂરી છે.

આ પણ વાંચો – અંકલેશ્વરમાં WAQF બોર્ડનાં નકલી દસ્તાવેજો મામલે જિતાલી મસ્જિદનાં ટ્રસ્ટીઓ આરોપી

05 થી 07 ઓક્ટોબર, 2024 દરમિયાન પરીક્ષા યોજાશે

જાહેર નોટિસ મુજબ, શારિરી કસોટી 05 થી 07 ઓક્ટોબર, 2024 દરમિયાન યોજાશે. પરીક્ષાનો સમય સવારે 5 થી 10 વાગ્યા સુધીનો રહેશે. જે ઉમેદવાર શારિરીક ક્ષમતા કસોટીમાં (Physical Fitness Test) ઉપસ્થિત નહીં રહે તેઓને બીજી તક આપવામાં નહીં આવે. સાથે જ તેમની ઉમેદવારી પણ રદ થશે. નોટિસમાં ઉત્તર ગુજરાત (ગાંધીનગર), મધ્ય ગુજરાત (વડોદરા), દક્ષિણ ગુજરાત (સુરત) અને સૌરાષ્ટ્ર (જુનાગઢ) વિસ્તાર માટે શારિરીક ક્ષમતા કસોટી માટેની તારીખ અને સમય તથા પરીક્ષા સ્થળની માહિતી આપવામાં આવી છે. સાથે જ ઉમેદવારોને વધુ વિગત માટે GSSSB ની સત્તાવાર વેબસાઇટ http //forests.gujarat.gov.in અને https://ojas.gujarat.gov.in/ ની મુલાકાત લેવાનું કહેવાયું છે.

આ પણ વાંચો – SURAT : ગ્રામ્ય પોલીસ અધિકારીઓ આંતરષ્ટ્રીય એવોર્ડથી નવાજાયા